Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મહારાષ્ટ્ર્ની આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા ખેલાડીએ કર્ણાટકના ડોક્ટર પર બળાત્કારનો લગાવ્યો આરોપ

લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજરી હવે વાયદાથી ફરી ગયો :આરોપી ફરાર

કોલ્હાપુર: મહારાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા ખેલાડીએ કર્ણાટકના ડોક્ટર પર બે વર્ષ સુધી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે
  કારવીર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી દિલીપ તિબિલેના અનુસાર 33 વર્ષની મહિલા ખેલાડીએ આ અઠવાડિયાની શરૂઆતમાં ડોક્ટર વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આરોપી ડોક્ટર ઉત્તરી કર્ણાટકના ગુલબર્ગ શહેરમાં રહે છે. દિલીપ તિબિલે કહ્યું ''મહિલા ખેલાડીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ડોક્ટરે લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને હવે પોતાનો વાયદાથી ફરી ગયો છે. આરોપી ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે. 

  પીડિતાનું કહેવું છે કે તે સોશિયલ મીડિયાના મારફતે ડિસેમ્બર 2016માં આરોપી ડોક્ટરના સંપર્કમાં આવી હતી.તેના થોડા સમય બાદ તે આરોપી ડોક્ટરને મળવા કોલ્હાપુર ગઇ. થોડા સમય બાદ ડોક્ટર મહિલા ખેલાડી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મહિલાએ તેને સ્વિકાર કરી લીધો કારણ કે તેને લાગતું હતું કે ડોક્ટર સારા ધંધા સાથે સંકળાયેલો છે. 

   ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે માર્ચ સુધી ડોક્ટરે મહિલા ખેલાડીને એકવાર ગોવા અને એકવાર બેંગ્લોર બોલવી અને તેનું યૌન શોષણ કર્યું. મહિલાએ જ્યારે તેને લગ્નનું યાદ અપાવ્યું તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. આ વાત પર બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઇ.

  ડોક્ટરે આ વ્યવહારથી ગભરાયેલી મહિલા ખેલાડીએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી. ડોક્ટરે તેને આમ કરવાની ના પાડી અને કહ્યું કે જો તેણે આમ કર્યું તો તેનું પરિણામ તેને સોશિયલ મીડિયા પર ભોગવવું પડશે. ડોક્ટરે મહિલા ખેલાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી. 

  તિલિબે કહ્યું કે આ મામલના ગંભીરતાથી લેતાં કોલ્હાપુર પોલીસે ડોક્ટરને પકડવા માટે બે ટીમો બનાવી છે. મહારાષ્ટ્ર પોલીસે ડોક્ટરને પકડવા અને મહિલા ખેલાડીને ન્યાય અપાવવાના પ્રયાસો હેઠળ કર્ણાટક પોલીસ પાસે પણ મદદ માંગી છે. 

(6:59 pm IST)