Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

દુષ્‍કર્મના મોટાભાગના કેસમાં પરિવારના નજીકના જ દુષ્‍કર્મ આચરે છેઃ શિવરાજસિંહ ચૌહાણ

દમોહઃ દુષ્‍કર્મના અનેક કિસ્સાઓમાં મોટાભાગના પ્રકરણમાં પરિવારના નજીકના જ દુષ્‍કર્મ આચરતા હોવાનું ખુલ્યું છે.

દેશભરમાં માસૂમ બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નિંદા કરી છે. શુક્રવારે (20 એપ્રિલ)ના રોજ દામોહમાં એક જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે '92% કેસમાં બાળકીઓના પરિવારના જાણકાર જ દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે. તેમણે કહ્યું કે હું તે સમયે આઘાતમાં પહોંચી ગયો જ્યારે મેં આ સમાચાર વાંચ્યા કે એક સગીર બાળકી સાથે તેના પિતાએ બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો.

સભાને સંબોધિત કરતાં શિવરાજ સિંહે જણાવ્યું કે 'હું બધાને આગ્રહ કરું છું કે આવા બિલને પાસ કરાવવામાં આવે, જેથી બળાત્કારીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે.' તેમણે કહ્યું કે 'ઇન્દોરની ઘટનાએ આત્માને હચમચાવી દીધી છે. આટલી નાની બાળકી સાથે આવું જઘન્ય કૃત્ય. સમાજને પોતાની અંદર જાંખવાની જરૂર છે. વહિવટીતંત્રએ આરોપીની ધરપકડ કરી લીધી છે. સુનિશ્વિત કરેશે તેને જલદીમાં જલદી આકરી સજા મળશે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સગીર બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓને લઇને દેશભરમાં ગુસ્સાના માહોલની પૃષ્ઠભૂમિમાં સરકાર બાળકોને યૌન અપરાધો સાથે સંરક્ષણ અધિનિયમ (પોક્સો)માં સંશોધન માટે અધ્યાદેશ લાવવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર 12 વર્ષ સુધીની બાળકી સાથે દુષ્કર્મના દોષીને પણ મોતની સજા સંભાળાવવામાં આવી શકે છે. પોક્સો કાયદાએ આજની જોગવાઇઓ અનુસાર આ જઘન્ય અપરાધ માટે અધિકતમ સજા ઉંમરકેદ છે. તો બીજી તરફ ન્યૂનતમ સજા સાત વર્ષની જેલ છે.

(5:13 pm IST)