Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આ...લે...લે... ઉત્તરપ્રદેશમાં ફરિયાદ નોંધવા માટે પોલીસે પીઝા માંગ્યા

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ફરિયાદ લેવા માટે ફરિયાદી પાસે પીઝા માંગતા ભારે ચર્ચા જાગી છે.

પોલીસકર્મી સુમિત્રા દેવી લખનઉના હસનગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

રસ્ટોરાંના માલિક સાથે સુમિત બેરી નામના વ્યક્તિએ રૂ. 7000ની છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ કરવા માટે રેસ્ટોરાંનો માલિક પોલીસ મથકે પહોંચ્યો હતો. અહીં હાજર મહિલા પોલીસકર્મીએ આ અંગેની ફરિયાદ નોંધવાના બદલામાં મફતમાં પીઝા અને ચીલી ચિકનની માંગણી કરી હતી.

રેસ્ટોરાં માલિક જ્યારે ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે તેણીએ એફઆઈઆર નોંધી હતી, પરંતુ જ્યારે તે તેની કોપી લેવા પહોંચ્યો ત્યારે તેણે મફતમાં પીઝા અને બીજી માંગણી કરી હતી.

રેસ્ટોરાંના માલિકે આ અંગે જણાવ્યું હતું કે, 'અમે જ્યારે કોપી લેવા પહોંચ્યા ત્યારે તેણીએ તેના બદલામાં મફતમાં ફૂડ આપવાનું કહ્યું હતું. અમે તેની ડિમાન્ડ પ્રમાણે ઓર્ડર પણ મોકલી આપ્યો હતો. જોકે, સોશિયલ મીડિયામાં આ વાત વાયરલ થઈ જતા તેણીએ ઓર્ડર પરત મોકલી દીધો હતો અને તેના પૈસા પણ અમને મોકલી આપ્યા હતા.' ઉત્તર પ્રદેશ પોલીસની તપામાં મહિલાકર્મી દોષિત જાહેર થઈ હતી.

(5:11 pm IST)