Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ઓરલ સેક્સ કરવુ તે ખોટી વાત છે, તેના પર પ્રતિબંધ લાદી દેવો જોઇએ: યુગાન્ડાના રાષ્‍ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન

ન્‍યુજર્સીઃ યુગાન્ડાના રાષ્‍ટ્રપતિ ઓરલ સેક્સ મુદ્દે વિવાદાસ્‍પદ નિવેદન આપતા ભારે ચર્ચા જાગી છે.

યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવની જણાવ્યું હતું કે ઓરલ સેક્સ કરવુ ખોટુ છે અને આના પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. તેઓએ એ પણ કહ્યું છે કે આ પ્રકારનો ખોટો પ્રચાર કેટલાક બહારના લોકોને કારણભૂત છે. તે યુગાન્ડામાં પ્રચલિત થઈ રહ્યું છે અને દેશના લોકોએ આવી વસ્તુઓ શીખવાની અવગણના કરવી જોઇએ.

રાષ્ટ્રપતિ મુસેવનીએ એમ પણ કહ્યું હતું કે 'મુખનો ઉપયોગ ખાવા માટે થવો જોઈએ ના કે મુખ મૈથુન માટે. વધુમાં તેમણે કહ્યું હતું કે હું તમને બધા લોકોને જાહેરમાં ચેતવણી આપું છું, કેટલીક ખોટી બાબતોને રોકવા માંગુ છું અને તેમાંનુ જ એક છે શું કહો છો તમે લોકો તેને ઓરલ સેક્સ. મુખ જમવા માટે હોય છે ના કે સેક્સ કરવા માટે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિનું આ નિવેદન વાયરલ બની રહ્યું છે.

એવું કહી શકાય કે આ પ્રથમ વખત નથી જ્યારે યુગાન્ડાના રાષ્ટ્રપતિએ આ પ્રકારનો પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા 2014માં પણ તેમના દ્વારા હોમોસેક્સ્યુઅલ વિશે ખૂબ જ કઠોર કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. તેઓએ હોમોસેક્સ્યુઅલને ગુનાના અવકાશમાં સામેલ કરી જે લોકો હોમોસેક્સ્યુઅલની માહિતી ના આપે તેમને પણ દોષી ઠરાવતો હોવાનો કાયદો બનાવ્યો હતો. જો કે ઓરલ સેક્સ પર મુસેવનીના નવા કાયદાનો સોશિયલ મીડિયા પર ઘણો મજાક ઉડાડવામાં આવી રહ્યો છે.

(5:09 pm IST)