Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમેરિકાના રાષ્‍ટ્રપતિ સામે ષડયંત્રનો ગુન્હોઃ ચૂંટણી દરમિયાન અડચણો ઉભી કરાતા ફરિયાદ દાખલ

વોશિંગ્‍ટનઃ અમેરિકામાં યોજાયેલ ચૂંટણી દરમિયાન ષડયંત્ર કરતા રાષ્‍ટ્રપતિ વિરૂદ્ધ કેસ કરાતા ખળભળાટ મચી ગયો છે.

અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીએ વર્ષ 2016ના રાષ્ટ્રપતિ ઇલેક્શનમાં અડચણો ઉભી કરવાના ષડયંત્ર માટે રશિયા, ટ્રમ્પ અભિયાન અને વેબસાઇટ વિકીલીક્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

કોર્ટમાં દાખલ કરેલ ડૉક્યુમેન્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇલેક્શન જીતવા માટે ટ્રમ્પના અભિયાને રશિયાની મદદ લીધી હતી. 

જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અને રશિયાએ આ તમામ આરોપ ખોટા હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના અભિયાન તરફથી આ મુકદ્દમા વિશે કહેવામાં આવ્યું છે કે મુકદમો કોઇ પણ આધાર અને યોગ્યતા વગરનો છે અને તેને જલ્દી ફગાવી દેવામાં આવશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યુ કે, 'આ આધાર વગરનો મુકદ્દમો લગભગ બર્બાદ થઇ ચૂકેલી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કરવામાં આવેલ છેલ્લા પ્રયત્નો છે, જે રશિયા સાથે સાઠગાંઠના આરોપને સાબિત કરીને વર્ષ 2016ના રાષ્ટ્રપતિ ઇલેક્શનમાં લોકોની ઇચ્છાને નકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મેનહેટ્ટનની ફેડરલ કોર્ટમાં દાખલ કરેલ મુકદ્દમમાં ટ્રમ્પ વરિષ્ઠ સહકાર્યકરો, તેમના જમાઇ જેરેડ કુશનર, વ્યૂહરચનાકાર રોજર સ્ટોન અને ભૂતપૂર્વ અભિયાન અધ્યક્ષ પૉલ મેનફોર્ટની સાથે સાથે વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજનું નામ છે. ઉલ્લેખનીય છે જે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પહેલાથી જ તારણ કાઢ્યું હતું કે માસ્કો દ્વારા વર્ષ 2016નું ઇલેક્શન ટ્રમ્પના પક્ષમાં કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. હાલમાં આ મામલામાં કેટલીય અન્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(5:07 pm IST)