Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સોનિયાના ગઢ રાયબરેલીમાં અમિત શાહની વિરાટ રેલી

કોંગ્રેસને ઘરમાં જ ઘેરવાની તૈયારીઃ એક સમયે નેહરૂ ખાનદાનના અંગત ગણાતા નેતાઓ રેલીમાં હાજરઃ રાયબરેલી બાદ અમેઠીમાં પણ મોટી તોડફોડ અને વિરાટ કાર્યક્રમોના આયોજનો થશેઃ રાહુલ અને સોનિયાજી પોતાના મત વિસ્તારમાં ગુંચવાયેલા રહે તેવો વ્યૂહ

નવી દિલ્હી તા. ૨૧ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ચાલતુ મિશન કર્ણાટક અને આવનારો મિશન ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને તે સજીવનીની તપાસમાં સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં પ્રચાર કરવાનો ફેસલો કર્યો છે. શાહ આજે રાયબરેલીમાં જયૂબિલી ઈન્ટર કોલેજમાં રેલી યોજશે, જેનું આયોજન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગદ રહેલા શ્નપંચવટીલૃકરી રહ્યા છે.

કોંગ્રેસના મજબુત ગઢોમાં ભાજપ વારંવાર ઘરફોડ કરી રહી છે. ભાજપ પોતાના આ હેતુમાં સફળ પણ થઈ રહી છે. પાર્ટીએ હવે ગાંધી પરિવારના સૌથી જૂના ગઢ મનાતુ યુપીના રાયબરેલીમાં કોંગ્રેસને તોડવાની રણનિતી તૈયાર કરી રહી છે. રાયબરેલી સોનિયા ગાંધીના સાંસદિય ક્ષેત્ર રહેલો છે.

બીજેપીના વરિષ્ઠ નેતીએ જણાવ્યુ કે અમિત શાહ જયારે રાયબરેલીમાં આવશે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સાંસદિય ક્ષેત્ર અમેઠી સાથે ઘણા બીજા પડોશી ક્ષેત્રોના ભાજપ કાર્યકર્તા તેમના કાર્યક્રમમાં જોડાશે. મંચ ઉપર પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્મા હાજર રહેશે.રાયબરેલીમાં પોતાના ઘર 'પંચવટી'થી મશહૂર થઈ કોંગ્રેસ છોડી તૂકેલા એમએલસી દિનેશ પ્રતાપ સિંહનું ઘરાણું આ રેલીના મહત્વના આયોજકો છે. તેમના નાના ભાઈ અવધેશ પ્રતાપ સિંહ જીલ્લા પંચાયત અધ્યક્ષ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં તે જાહેર કરી ચૂકયા છે કે પંચવટી હવે કોંગ્રેસની નથી રહી. દિનેશના ભાઈ રાકેશ સિંહ હરચંદ્રપુરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.(૨૧.૭)

(2:52 pm IST)