Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

પશ્ચિમી તટના દક્ષિણિ ભાગમાં ભારે પવન ફૂંકાશેઃ માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

નવી દિલ્હી તા. ૨૧ : હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, પશ્ચિમી તટના દક્ષિણી હિસ્સા અને લક્ષદ્વીપના સમુદ્રીતટો પર આજે તેજ પવન ફૂંકાવાની અને સમુદ્રના અશાંત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. તેની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્રીતટો પર ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે અને સમુદ્ર અશાંત રહે તેવી સંભાવના છે. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ભારતના પશ્યિમી તટ અને લક્ષદ્વીપના વિસ્તારમાં શનિવારે સવારે સમુદ્રમાં લહેરો ઉઠવાની સંભાવના છે.

હવામાન વિભાગે કહ્યું છે કે પશ્ચિમ બંગાળના ઉપહિમાલયન વિસ્તારો, સિક્કિમ, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા નદીના વિસ્તારો, ઓડિશા, આસામ,મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ છત્તીસગઢ અને કેરળના અલગ-અલગ વિસ્તારોમાં આંધી-તોફાન અને વરસાદની સંભાવના છે. દક્ષિણ આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભવના ઓછી છે.(૨૧.૧૫)

(2:46 pm IST)