Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ATMમાં નોટમંદીઃ કયાં કાઢવામાં આવ્યા વધારે પૈસા? શા કારણે? તપાસ શરૂ

દેશમાં ૨૧૬૬ એવા એટીએમ છે જેમાંથી વધુ માત્રામાં રોકડ કાઢવામાં આવેલ

નવી દિલ્હી તા. ૨૧ : એટીએમમાં નો કેશ લઈને સવાલોથી ઘેરાયેલી કેન્દ્ર સરકાર સચેત બની ગઈ છે. સરકાર એટીએમમાં નોટોની ખેંચને દૂર કરવા માટેના કામમાં લાગી ગઈ છે અને સાથે જ એ પણ ઉપાય કરી રહે છે આવનારા ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા સામે ન આવે. આના માટે સરકારે અત્યારથી પુરતી વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે આરબીઆઈની તમામ રીજનલ ઓફિસ દરેક મહિને પોતાના ક્ષેત્રમાં બેંક અને એટીએમમાં કેશની માંગ અને સપ્લાયનું આંકલન કરશે અને તેનો રિપોર્ટ મોકલશે.

તો આ સિવાય ફાઈનાન્શિયલ ઈંટેલિજન્સ યૂનિટે આશરે ૨,૧૬૬ એટીએમ સેન્ટરોની તપાસ કરશે. આ એવા વેન્ડર્સ છે કે જેમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધારે પૈસા કાઢવામાં આવ્યા છે. એફઆઈયુ અત્યારે તપાસ કરી રહી છે કે કયા લોકોએ એટીએમ સેન્ટરોથી વધારે પૈસા કાઢવામાં આવ્યા છે. આટલી માત્રામાં પૈસા કાઢવા પાછળ શું કારણ છે તેની પણ તપાસ ચાલી રહી છે.

આ તપાસમાં ઈન્કમ ટેકસ વિભાગ પણ એફઆઈયુને મદદ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારને આશંકા છે કે ચોક્કસપણે માંગ વધી પરંતુ સાથે કયાંક એવો ખેલ ખેલવામાં આવ્યો કે જેથી એટીએમમાં નોટોની ખેંચ સર્જાય. એ જ કારણ છે કે સરકાર આ વિશે પૂર્ણતઃ તપાસ કરીને રીપોર્ટ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જેથી સાચું કારણ બહાર આવી શકે.(૨૧.૧૭)

(2:45 pm IST)