Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

હૈદ્રાબાદના મકકા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ૧૦૦ મુસ્લિમ યુવકોને છોડી મુકયા

પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા ૨૦ને ૩ લાખ અને ૭૦ યુવાઓને પ્રત્યેકને ૨૦,૦૦૦ રૂપિયા સરકારે ચુકવ્યા

હૈદરાબાદઃ હૈદરાબાદની મક્કા મસ્જિદમાં મે ૨૦૦૭માં બોમ્બબ્લાસ્ટ થયા બાદ તે વખતના શહેર પોલીસ કમિશનર બલવિંદરસિંહ દ્વારા કેસની તપાસ કરવા માટે બનાવવામાં આવેલી ખાસ તપાસ ટીમ (એસઆઇટી)એ ૧૦૦ જેટલામુસ્લિમ યુવાનોને એક સાથે મહિનાઓ સુધી જેલમાં રાખ્યાહતા.  સીબીઆઇની તપાસમાં મક્કા મસ્જિદ અને અજમેરની ખ્વાજા સાહેબની દરગાહમાંથયેલા બ્લાસ્ટમાં  કેસમાં મુસ્લિમ યુવાનોની સંડોવણી પુરવાર નહીં  થતા  એસઆઇટી દ્વારા ધરપકડ કરાયેલા સ્થાનિક યુવાઓને કેસમાંથી છોડી પોલીસ દ્વારા કસ્ટડીમાં રાખવા બદલ સરકારે ૨૦ લોકોને પ્રત્યેકને ૩ લાખ રુપિયા અને ૭૦ યુવાનોને પ્રત્યેકને  ૨૦,૦૦૦ રુપિયા  ચુકવ્યા હતા. હૈદરાબાદમાં તે વખતનાસંયુક્ત પોલીસ કમિશનર એચકે ગુપ્તાના નેતૃત્વ હેઠ્યની એસઆઇટીએ મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં  સંડોવણીની શંકાને આધારે અસંખ્ય મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી હતી અને એક ડોક્ટર સહિત આશરે૧૦૦ યુવાઓ સામે કેસોનોંધ્યા હતા અને આર્મ્સ એન્ડ એક્સપ્લો સિવ્સ એક્ટ તેમ જ આઇપીસીની વિભિન્ન કલમો હેઠળ તેમની સામે કેસો નોંધીને તેમને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

 

તત્કાલીન આંધ્રપ્રદેશ સરકારે મક્કા મસ્જિદ બ્લાસ્ટકેસમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં  મોકલી દેવામાં આવેલા યુવાઓની સંડોવણી પુરવારનહીં થતાં તેમને વળતર ચુકવવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય લઘુમતી પંચ દ્વારારાજ્ય સરકારને અટકાયતકરાયેલા યુવાનો સાથે અન્યાયનહીં કરવાની ભલામણ કરવામાં આવી હતી.

 

(2:44 pm IST)