Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જસ્ટીસ રાજીન્દર સચ્ચરે મુસ્લિમોની સામાજીક - આર્થિક અને શૈક્ષણિક સ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યુ

દેશમાં મુસ્લિમોની સ્થિતિ દર્શાવતા સચ્ચર કમીટીના અહેવાલ પાછળ રહેવા કર્મશીલનું નિધનઃ જસ્ટીસ સચ્ચરના સચોટ અવલોકનોના આધારે ખબર પડી કે ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસુચિત જાતિ, જનજાતિ કરતા પણ વધારે ખરાબ છે

નવી દિલ્હી,  તા.ર૧ : જસ્ટિસ રાજીન્દર સચ્ચરનું શુક્રવારે દેહાંતથઈ ગયું હતું. દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ જાણવા માટેયુપીએ સરકારના પ્રધાનમંત્રી મનમોહનસિંહેર૦૦પમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશરાજીન્દર સચ્ચરની અધ્યક્ષતામાં એક સમિતિનુંગઠન કર્યું હતું. આ સમિતિનો ૪૦૩ પાનાનોઅહેવાલ ૩૦ નવેમ્બર ર૦૦૬ના રોજલોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આઅહેવાલને આધારે પ્રથમ વખત ખબર પડી કેભારતીય મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિતજાતિ-જનજાતિ કરતાં પણ વધારે ખરાબ છે.જસ્ટિસ રાજીન્દર સચ્ચર દ્વારા તૈયાર કરવામાંઆવેલો અહેવાલ ભારતના મુસ્લિમ સમુદાયનીસામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની મુખ્ય૯ ભલામણો નીચે મુજબ છે.

શિક્ષા સુવિધા - ૧૪ વર્ષ સુધી બાળકોને મફત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષાઉપલબ્ધ કરાવવી, મુસ્લિમ બહુમતીવાળાવિસ્તારોમાં સરકારી શાળા ખોલવી,શિષ્યવૃત્તિ આપવી અને મદ્રેસાઓનુંઆધુનિકીકરણ કરવું વગેરે.

 રોજગાર - રોજગારમાં મુસ્લિમોનો હિસ્સોવધારવો, મદ્રેસાઓને હાયર સેકન્ડરી સ્કૂલબોર્ડ સાથે જોડવાની સુવિધા ઊભી કરવી.

ઋણ સુવિધા - પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાંમુસ્લિમો માટે ઋણ સુવિધા ઉપલબ્ધકરાવવી અને પ્રોત્સાહન આપવું, મુસ્લિમબહુમતીવાળા વિસ્તારોમાં વધારે બેંકશાખાઓ ખોલવી, મહિલાઓ માટે સુક્ષ્મવિત્તને પ્રોત્સાહન આપવું વગેરે.

કૌશલ્ય વિકાસ - મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ માટેઆઈટીઆઈ અને પોલિટેકિનક જેવીસંસ્થાઓ ખોલવી. પ. વકફ - વકફની સંપત્તિ વગેરેનો વધારે સારો ઉપયોગ કરવો.

વિશેષ ક્ષેત્ર વિકાસની પહેલ કરવી - ગામો,શહેરો, વસ્તીઓમાં મુસ્લિમો સહિત બધાગરીબોને પાયાની સુવિધાઓ જેવી કે સારીસરકારી શાળા, સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધકરાવવી.

મત વિસ્તાર નક્કી કરતી વખતે આ વાતનુંધ્યાન રાખવું કે વધારે લઘુમતી વસ્તીધરાવતા વિસ્તારો એસસી માટે અનામત નકરવામાં આવે.

સકારાત્મક કાર્યો માટે ઉપાયો - ઈકવલઓર્પોચ્યુનિટી કમિશન, નેશનલ ડેટા બેંકઅને એસેસમેન્ટ અને મોનિટરી ઓર્થોરિટીનુંગઠન કરવું.

મદ્રેસાઓની ડિગ્રીને ડિફેન્સ, સિવિલ અનેબેન્કિંગ પરીક્ષાઓ માટે માન્ય કરવાનીવ્યવસ્થા કરવી. (૩૭.૬)

 

(2:42 pm IST)