Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જમ્મુ- કાશ્મીરના પહાડી - મેદાની વિસ્તારોમાં બરફ વર્ષા- વરસાદઃ ઠંડી વધી

જમ્મુઃ કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે શુક્રવાર દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થયો હતો. જોજીલા પાસ, દ્રાસ, કારગીલ, પુંછ, રાજૌરી, બની, ગુલમર્ગ તથા અન્ય ઉંચાઈ ઉપર આવેલ વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ હતી. બરફ વર્ષાને કારણે જમ્મુ- શ્રીનગર અને લેહના કેટલાક મુખ્ય રસ્તાઓ બંધ કરાયા હતા. જેમાં શ્રીનગર- લેહ તથા સોનમર્ગ- જાજીલા રોડ ૮ ઈંચ સુધી બરફ જામવાથી બંધ કરાયા છે.

(12:44 pm IST)