Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સાધ્વી પ્રજ્ઞાજી સોમવારે બીલીમોરામાં ગૌ ગૌરવ સંમેલન સંબોધશે

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અત્યાચાર સહન કરનાર સાધ્વીજી ગુજરાતના ૬ દિવસના પ્રવાસે

રાજકોટ તા. ૨૧: નાસીક જીલ્લાના માલેગાંવ ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ માટે કોંગ્રેસ સમયે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. અને ૨૪ દિવસ સુધી તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભયાનક યાતના સહન કરનાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે ભોપાલથી તેઓનું વિમાન મારફત સવારે ૯:૩૦ વાગ્યે મુંબઇ એરપોર્ટ ઉપર આગમન થશે. ૧૦:૩૦ વાગ્યે બોરીવલી ખાતે ફલાહાર કરશે. અને ૧૧:૩૦ વાગ્યે રવાના થશે. અને બપોરે ૩ વાગ્યે બિલીમોરા ખાતે આગમન થશે. અને રાત્રી રોકાણ બિલીમોરામાં કરશે. જયારે તા. ૨૨ ને રવિવારે પણ તેઓ બિલીમોરામાં રહેશે અને પ્રમુખ આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

તા. ૨૩ને સોમવારે બિલીમોરા ખાતેના મોટી દેવસરમાં ગણદેવી રોડ ઉપર આવેલ ગંગાધર ગોૈશાળા ખાતે આયોજીત ગજાનન મહોત્સવ અંતર્ગત 'ધૃતિમાન નાથ સંપ્રદાય'ની ૫૫ મી સાલગીરી તથા''ગંગાધર ગોૈશાળા'' ની પ્રથમ સાલગીરી સમારંભ સાંજે ૪ થી ૭ દરમિયાન ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સુરત ભારત સેવાશ્રમ સંઘના અધ્યક્ષ સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજ, રાજપીપળા ગોૈશાળા ના ઉપાધ્યક્ષ મહંત શ્રી નિશ્ચલાનંદજી જેતપુર શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી કમલનાથજી બાપુ, કચ્છના શ્રી એકલધામ આશ્રમના મહંત શ્રી યોગી દેવનાથબાપુ, એમ્બેસેડર પાર્લામેન્ટ વર્લ્ડ રીલીજીયસ જયેશભાઇ શાહ, નવસારીના સાંસદ સી.આર. પાટીલા, રાજયના ગોૈસેવા આયોગના ચેરમેન છત્રસિંહ ખેર, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેેલ, જીલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રથમેશભાઇ વશી, કરશનભાઇ પટેલ, મંગુભાઇ પટેલ, લક્ષ્મણભાઇ પટેલ, મનીષભાઇ નાયક, તેજલબેન જોષી, રમીલાબેન પટેલ, બિપીનભાઇ આહિર, ગુલાબભાઇ પટેલ, લલીતાબેન સી. પટેલ, સનમભાઇ પટેલ, વિજયભાઇ બી. પટેલ, પ્રજ્ઞેશભાઇ પટેલ, હિરેનભાઇ શાહ, મિતેષભાઇ પંડયા, પરેશભાઇ આહિર, ભુપેન્દ્રભાઇ સુરતી, સાર્વજનિક મરાઠા ગણેશ મંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ભારતના જય વંદે માતરમ જન કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય ભકત, રાષ્ટ્રીય સન્યાસી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરજી મહારાજ ચેતનાવંત ધાર્મિક, ક્રાંતિકારી વિચારો રજુ કરશે.

આ સંમેલન બાદ રાત્રી રોકાણ સાધ્વી પ્રજ્ઞાજી નવનાથ આશ્રમ બીલીમોરા ખાતે કરશે. તા. ૨૪ ને મંગળવારે સવારે ૭:૩૦ વાગ્યે સુરત જવા નીકળશે. સવારે ૯ વાગ્યે કડોદરા ચોકડી ઉપર સ્વાગત બાદ અલગ અલગ ૧૪ જગ્યા ઉપર ફુલહારથી સ્વાગત કરાશે. બપોર બાદ ૧૧:૩૦ વાગ્યે ડી.આર વર્લ્ડમાં ૨૫ જેટલી સંસ્થાઓ દ્વારા સન્માન કાર્યક્રમ અને પ્રજ્ઞાજી સાધ્વીજીનું પ્રવચન, ૧૨:૩૦ વાગ્યે. સ્વામી અમરીશાનંદજી આશ્રમ- કતારગામમાં આગમન અને રાત્રી રોકાણ તથા કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજાશે.

તા. ૨૫ ને બુધવારે સાંજે ૫ થી ૭ આશ્રમમાં આર્શિવચન અને સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા. ૨૬ ને ગુરૂવારે સવારે વડોદરાથી ભોપાલ જવા રવાના થશે.સાધ્વી પ્રજ્ઞાજીનો ગુજરાત પ્રવાસ ભારત રક્ષામંચ ગુજરાતના પ્રભારી શ્રી હિરેન લહેરૂ (મો. ૯૦૯૯૯ ૭૧૦૦૭) એ ગોઠવ્યો છે તેમ ગોૈરક્ષા દળ ગુજરાતના અધ્યક્ષ મયુરભાઇ ઠકકરે જણાવ્યું છે. (૧.૨)

સાધ્વી પ્રજ્ઞાજીઃ મધ્ય પ્રદેશના મધ્યમ પરિવારમાં જન્મ બાદ વિવિધ ક્ષેત્રે જવલંત સફળતા

રાજકોટ તા. ૨૧: સાધ્વી પ્રજ્ઞાજીનાં પિતા આરએસએસના સ્વયંસેવક હતા અને તેઓ તબીબી વ્યવસાય સાથે જોડાયેલા હતા સાધ્વી પ્રજ્ઞાજીને આધ્યાત્મિક તરફ પહેલેથી જ મન હતું અને અભ્યાસમાં સાધારણ સફળતા બાદ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. ઇતિહાસ વિષયમાં તેઓ પોસ્ટ ગ્રેજયુએટ થયા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અને વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની સાથે તેઓ જોડાયેલા રહ્યા હતા.

 વારંવાર ભડકાઉ ભાષણો આપવાના કારણે તેઓ દેશમાં છવાયેલા રહ્યા હતા.

મધ્ય પ્રદેશના એક મધ્યમ પરિવારમાં સાધ્વી પ્રજ્ઞાજીનો જન્મ થયા બાદ તેઓએ અનેક ક્ષેત્રોમાં સિધ્ધિઓ હાંસલ કરી છે.(૧.૩)

(11:30 am IST)