Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આતંકી સંગઠનોનો સફાયો કરવા બ્રિટન સાથ આપશેઃ યુરોપ પ્રવાસ પૂર્ણ કરી નરેન્દ્રભાઇ સ્વદેશ પરત

  નવી દિલ્હીઃ યુરોપના પાંચ દિવસીય પ્રવાસ પુર્ણ કરી આજે નરેન્દ્રભાઇ  દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર આવી પહોંચતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમને આવકાર્યા હતા. પ્રવાસ દરમિયાન નરેન્દ્રભાઇ એ બ્રિટન સાથે ડઝનેક જેટલા કરારો કર્યા હતા. કોમનવેલ્થની બેઠકમાં ભાગ લીધો હતો. કવીન એલીઝાબેથના કાર્યક્રમમાં સામેલ થયા હતા. પ્રિન્સ ચાર્લ્સે પણ તેમને આવકારવા કાર્યક્રમ યોજેલ. આ ઉપરાંત તેમણે જર્મનીના ચાન્સલેસર એન્જેલા માર્કેલ સાથે પણ મુલાકાત કરી હતી.

 ભારત અને બ્રિટન પાકિસ્તાન સ્થિત લશ્કર- એ-તોયબા અને જૈશ-એ- મોહમ્મદ જેવા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનનો વિરૂધ્ધ નિર્ણાયક કાર્યવાહી માટે એકબીજા સાથે સહયોગ મજબુત કરવા પણ સમજુતી કરી હતી . મોદી અને થેરેસા મે ની મુલાકાત દરમિયાન આતંકવાદી ઘટનાઓ અને આતંકવાદના દરેક સ્વરૂપોની આકરી નિંદા કરેલ. માનવતાના આ દુશ્મનને કોઇ ધર્મ, પંથ, રાષ્ટ્રીયતા અને જાતિયતા સાથે જોડવું ન જોઇએ. ભારતીય વિદેશ સચીવ વિજય ગોખલેએ જણાવેલ કે, આતંકવાદ વિરૂધ્ધની લડાઇના મુદ્દે બ્રિટીશ વડાપ્રધાને કહયું કે તેમનો દેશ આ રાક્ષસ સાથે નિપટવા માટે ભારતને પુરો સહયોગ આપશે.

 જયારે બ્રિટીશ  સરકારે જણાવેલ કે સીરીયા હવાઇ હુમલા, આતંકવાદથી લડાઇ, કટ્ટરતા અને ઓનલાઇન ઉગ્રવાદ જેવા મુદ્દા બંને નેતાઓની વાતચિતમાં પ્રમુખ સ્થાને રહયા હતા. આ પહેલા આ બંને ને નેતાઓએ એ વાત ઉપર સહમત થયા કે આતંકવાદ અને આતંકી સંગઠનો કટ્ટરતા, આતંકીઓની ભર્તી અને બેકસુર લોકો ઉપર હુમલા માટે જગ્યા ન આપવી જોઇએે. તેને માટે બધા દેશોએ આતંકી નેટવર્ક ધ્વંશ કરવા, તેમની ફડીંગ અને આતંકી ગતિવિધિઓ પર રોક લગાવવા મળીને કામ કરવાની જરૂર છે.

 દ્વીપક્ષીય મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઇ એ જણાવેલ કે યુરોપીયન યુનિયન (ઇયુ) માંથી છુટા પડયા બાદ બ્રિટનનું મહત્વમાં કોઇ કમી નથી આવી. બ્રિટન સાથે વ્યાપાર મુદ્દે પણ ફળદાયી મંત્રણા થઇ હતી. (૪૦.૩)

(11:30 am IST)