Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

હવે બે ટકાથી વધુ સીધી નિયુક્તિ થઇ શકશે નહિ : 9 વર્ષ બાદ જ વિદેશમાં પોસ્ટિંગ મળશે

કેન્દ્ર સરકાર નવા ધારાધોરણો અમલી બનાવવાની તૈયારીમાં

 

નવી દિલ્હી ;હવે સરકારે નોકરીમાં બે ટકાથી વધુ ભરતી થઇ શકશે નહીં કેન્દ્ર સરકાર સીધી નિયુક્તિની પ્રક્રિયા માટે અલગ નીતિ બનાવી રહી છે. અને આગામી દિવસોમાં નવી નીતિનો અમલ થવાની શકયતા છે ત્યારબાદ સીધી ભરતીની સંખ્યા કોઇ પણ વિભાગ કે મંત્રાલયમાં એક વર્ષમાં 2 ટકાથી વધુ થઇ શકશે નહીં.

   ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનેલ એન્ડ ટ્રેનિંગ ( ડીઓપીટી )ના તમામ મંત્રાલયો અને વિભાગોને તેમની જરુરિયાત મુજબ સીધી નિયુક્તિ માટે ધારાધોરણ તૈયાર કરવા માટે કહેવાયું છે સાથે કેન્દ્ર સરકારે નોકરીઓમાં મનમાનીથી થતી નિયુક્તિને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડીઓપીટીએ એવા પદો માટે જેમાં ખાસ નિષ્ણાંતની જરુર હોય છે, તેની નિયુક્તિ પ્રક્રિયા ઓનલાઇન શરુ કરવાનો નિર્ણય કર્યો છે.

    ડીઓપીટીની નવી ગાઇડલાઇન અનુસાર 2 ટકાથી વધુ નિયુક્તિ સીધી થઇ શકશે નહીં, તેનાથી તમામ મંત્રાલય અને વિભાગોમાં લાગુ કરી દેવાશે. આરોપ એવા લગાવાતા હતા કે પોતાની પસંદગીના લોકોને નોકરીમાં રાખવા માટે સુવિધાનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. સરકાર નોકરીઓ માટે સ્વતંત્ર પેનલ પણ બનાવશે, જે પદ ઉપર ભરતી કરશે.

   કેન્દ્ર સરકારે વિદેશમાં કેન્દ્રિય કર્મચારીઓની પોસ્ટીંગ માટે નવા નિયમ બનાવ્યા છે. તે અંતર્ગત હવે વિદેશ સેવા કેડર સિવાય કોઇ પણ સેન્ટ્રલ ર્સિવસના અધિકારીને નોકરીમાં ભરતી થયાના 9 વર્ષ બાદ વિદેશમાં નિયુક્ત કરી શકાશે. નિયુક્તિ પણ જ્યારે તે વ્યક્તિ માટે વિજિલન્સ સ્વીકૃતિ હશે અને તેમની સેવાનો રેકોર્ડ બહેતર હશે.

(12:00 am IST)