Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જો ફરીવાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર નહીં બને તો ભારત માટે સારું નથી :ક્રિસ્ટોફર વુડ

-બોન્ડમાં ઘટાડાથી 2018નું વર્ષ નબળું :તેલની કિંમતમાં ફેરફારથી ભારતીય કરન્સી પર જોખમ

 

નવી દિલ્હીઃ જો ફરીવાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર નહીં બને તો ભારત માટે સારું નથી.તેમ  ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની CLSAના મુખ્ય રણનીતિકાર ક્રિસ્ટોફર વુડનું કહેવું છે.

 

  અંગે વાત કરતા તેમણે એક સમાચાર પત્રમાં આર્ટિકલ લખ્યો છે.વુડના મતે બોન્ડ માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે ભારત માટે 2018નું વર્ષ સારું રહ્યું નથી આગામી સમયમાં ભારતનું સારું પ્રદર્શન વાત પર ટકેલું છે કે અમેરિકામાં ડોલરનું પ્રદર્શન કેવું રહે છે

   વુડનું માનવું છે કે તેલની કિંમતોમાં થતા ફેરફારને કારણે ભારતીય કરન્સી પર રિસ્ક રહેલું છે. વુડે લેખમાં લખ્યું છે કે હજું પણ ભારતના સ્ટોક માર્કેટ પાસે ઘણી આશાઓ રહેલી છે. તેમના મતે, મિડ કેપ સેગમેન્ટ બાકી સ્ટોક્સ કરતા સારું પરફોર્મન્સ આપશે

  વુડએ મ્યૂચુઅલ ફંડમાં રિસ્ક હોવાનું જણાવ્યું. તેમણે લખ્યું કે, ‘આ રિસ્ક સતત વધી રહ્યું છે કેમ કે સ્ટોક માર્કેટમાં ઘટાડો છે. સારી વાતએ છે કે પૈસાનું ટ્રાન્સફર ઘટ્યું છે પરંતુ સંપૂર્ણ રીતે બંધ થયું નથી.’

(12:00 am IST)