Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

રાજસ્થાન ભાજપમાં પ્રદેશ પ્રમુખ મુદ્દે ધમાસાણ : વસુંધરા રાજે અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે મડાગાંઠ

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહનાં નામ મુદ્દે જયપુરમાં ભાજપમાં વિરોધ ચાલુ

જયપુર : રાજસ્થાનમાં ભાજપમાં પ્રદેશ પ્રમુખ મુદ્દે ધમસાણ સર્જાયું છે ભાજપે પ્રદેશ અધ્યક્ષને હટાવી દીધા પરંતુ નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ સરળ નથી પ્રદેશ અધ્યક્ષ મુદ્દે વસુંધરા રાજે અને કેન્દ્રીય નેતૃત્વમાં મડાગાંઠ પડી રહી છે. જેથી હાલ કોઇ એક નામ નક્કી કરવામાં સમસ્યા પેદા થઇ રહી હોવાનું રાજકીય વર્તુળો માને છે બીજીતરફ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહનાં નામ મુદ્દે જયપુરમાં ભાજપમાં જ વિરોધ ચાલુ થઇ ચુક્યો છે.

    રાજસ્થાનમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. જો કે રાજસ્થાન ભાજપ હાલ અધ્યક્ષ વગરની છે પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી 3 દિવસ પહેલા રાજીનામું લેવામાં આવ્યું, જો કે કોઇ પણ અધ્યક્ષ હજી સુધી નથી બની શક્યા. નવા અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહનાં નામની ચર્ચા કરી હતી, જો કે ભાજપ દ્વારા હજી સુધી કોઇ નિર્ણય નથી થયો. 

   ગજેન્દ્રસિંહ અને મુખ્યમંત્રી વસુંધરા રાજે વચ્ચે સારા સંબંધો નથી અને મુખ્યમંત્રી જુથ નથી ઇચ્છતું કે ચૂંટણીનાં વર્ષમાં કોઇ એવો અધ્યક્ષ આવે જેની અને મુખ્યમંત્રી વચ્ચે સારા સંબંધો ન હોય. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ જ કારણ છે કે વસુંધરા રાજે છેલ્લા 2 દિવસથી ધોલપુર નિવાસમાં રહ્યા છે. બીજી તરફ ભાજપનાં કદ્દાવર નેતા દેવીસિંહ ભાટીએ વસુંધરા જુથ તરફથી ગજેન્દ્ર સિંહની વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. અને કહ્યું કે એવો વ્યક્તિ અધ્યક્ષ બનશે તો ભાજપને ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે. 

    દેવીસિંહ ભાટીએ કહ્યું કે, ગજેન્દ્ર સિંહ જોધપુર સુધી સીમિત એક એવા નેતા છે, જેની છબી જાટ વિરોધી છે. એવામાં તેમને અધ્યક્ષ બનાવવામાં આવે તો રાજપુતો તો ખુશ થશે પરંતુ બીજી જાતીઓ નારાજ થઇ જશે. અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને ઘરે બેઠેલા વસુંધરા રાજેનાં નજીકનાં અશોક પરનામી આ વાતને માનવા માટે તૈયાર નથી. તેઓ પારિવારિક જવાબદારીનાં કારણે પદ છોડ્યું હોવાનું રટણ કરી રહ્યા છે. જો કે ભાજપનાં નેતાઓ પણ ડેમજ કંટ્રોલ કરવા કહી રહ્યા છે કે, ભાજપમાં કોઇ જ ઝગડો નથી, રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ બેંગ્લોરમાં છે, તેમનાં આવ્યા બાદ જ કોઇ નિર્ણય લેવાશે. 

(11:30 am IST)