Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વોટ્સઅેપ લીક પ્રકરણમાં અમુક વ્‍યક્તિઓના કોલ રેકોર્ડ અને બેંકીંગ વહીવટ સેબી તપાસશે

નવી દિલ્‍હીઃ વોટ્સઅેપ લીક પ્રકરણમાં સેબી દ્વારા અમુક વ્‍યક્તિઓના કોલ રેકોર્ડ અને બેંકીંગ વહીવટ તપાસવામાં આવે તેવી શક્યતા છે. આ વ્યક્તિઓમાં પ્રમુખ કંપનીઓના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે જે આ બાબતમાં જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળ રહી છે નિયામક તે કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગે છે

અધિકારીઓ અનુસાર દરેક સંબધિત કંપનીઓ દ્વારા મામલાની તપાસ કરતા વ્યક્તિગત જવાબદારી નક્કી કરવા તથા તેના પુનરાવૃત્તિ રોકવા માટેના પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ આમાંની અમુક કંપનીઓએ વ્યક્તિગત જવાબદારી નક્કી કરવાથી બચવા માટે પોતાના નિવેદનમાં વારંવાર જણાવ્યું કે તેમની પ્રણાલી કેટલી મજબુત છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર નિયામકનું કહેવું છે કે કંપનીઓએ પોતાની પ્રણાલીની મજબૂતાઈ વિશે વાતો કર્યા સિવાય વ્યક્તિગત જવાબદારી નક્કી કરવી જોઈએ.

નિયામક આ વિશે વિવિધ પગલાઓ હેઠળ સંબંધિત કંપનીઓને કડક ચેતવણી આપવી અને વ્યક્તિગત ફરિયાદો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહી શકે છે.

(5:45 pm IST)