Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કેન્‍દ્ર સરકાર વિશ્વાસ અપાવવામાં નાકામિયાબઃ રાષ્‍ટ્રીય ફિલ્મ પુરસ્‍કારમાં અમને ક્યારેય બોલાવ્યા પણ નથી, મને લાગે છે કે તેમની પાસે અમારૂં અેડ્રેસ પણ નહીં હોયઃ દાદા સાહેબ ફાળકેના પૌત્રઅે વસવસો વ્‍યક્ત કર્યો

મુંબઇઃ દાદા સાહેબ ફાળકે અેવોર્ડ અંગે તેમના પૌત્રઅે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છે કે, અમોને ક્યારેય અેવોર્ડ વિતરણ સમારોહમાં બોલાવવામાં પણ આવતા નથી. તેઓ પાસે અમારૂં સરનામું પણ નહીં હોય.

દિગ્ગજ ફિલ્મ નિર્માતા રાકેશ રોશનને દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. તેમને આ સન્માન નિર્માતા, નિર્દેશક, પટકથા લેખક, સંપાદક અને અભિનેતા તરીકે હિન્દી ફિલ્મોમાં યોગદાન આપ્યું છે.

સમારોહને આયોજનકર્તા ગ્લોબલ થીકર્સની ઉપાધ્યક્ષ પારુલ સુદે જણાવ્યું હતું કે, ફિલ્મ ઉધોગ માટે કામ કરનાર રાકેશ રોશનને લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ આપવો સન્માનની વાત છે. તેની હાલમાં આવેલી ફિલ્મ કાબિલયુવાઓ માટે પ્રેરણાદાયી છે.

ભારતીય સિનેમાના જનક દાદા સાહેબ ફાળકે ના પૌત્ર ચન્દ્રશેખર પૂસાલકરને તેના દિવંગત દાદાના નામથી અલગ અલગ પુરસ્કારોને લઈને નારાજગી દર્શાવી છે. તેમને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,દાદાસાહેબ ફાળકે એકેડમી એક એવી એકેડમી છે. જે છેલ્લા 18 વર્ષથી તેઓએ દાદાને સાચી શ્રદ્ધાંજલિ આપી રહી છે.

પુસાલકરે જણાવ્યું હતું કે, થોડા સમયથી ઘણા સારા પુરસ્કાર સમારોહમાં દાદાસાહેબ ફાળકેના નામ સાથે જોડી દેવામાં આવ્યા છે. જેમાં દાદા સાહેબ ફાળકે એક્સીલેન્સ એવોર્ડ અને દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ. જેનાથી મુશ્કેલી ઉભી થયા થાય છે તેથી તેની વિરુદ્ધ છે.

પુસાલકરે વધુમાં જણાવ્યું હતું કે. કેન્દ્ર સરકાર વિશ્વાસ અપાવવામાં નાકાયબ રહી છે. હાલમાં જ વિનોદ ખન્નાને મરોણપરાંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

(5:43 pm IST)