Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અેક રાજ્યથી બીજા રાજ્યમાં ગાડીઓનું ટ્રાન્સફર કરવું સરળ થઇ જશેઃ અેક જ આરટીઓ ટેક્સ લાગુ કરવા વિચારણા

નવી દિલ્હીઃ કેન્‍દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં અેક રાજ્યથી બીજા રાજ્યમાં વાહનો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ કરવા વિચારણા થઇ રહી છે. ટૂંક સમયમાં જ અેક જ આરટીઓ ટેક્સ લાગુ કરવા પણ કેન્‍દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

કેન્દ્રીય રસ્તા પરિવાહન મંત્રાલય તરફથી બનાવવામાં આવેલા આ સમૂહની ગુવાહાટીમાં શુક્રવારે પૂર્ણ થયેલી બેઠકમાં આરટીઓમાં પણ જીએસટીની જેમ એક દેશ એક ટેક્સનો સિદ્ધાંત લાગૂ કરવા પર સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. આ સમૂહની અધ્યક્ષતા રાજસ્થાનના પરિવાહન મંત્રી  યૂનુસ ખાન કરી રહ્યા છે. જો આ પ્રસ્તાવ પર સરકારે પોતાની સહમતિ આપી દીધી તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓને એક રાજ્યખી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવા પર કોઇ પ્રકારનો કોઇ રોડ ટેક્સ લેવામાં આવશે નહીં. 

હાલમાં બસ અને ટેક્સી જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે, તો એમને બીજા રાજ્યમાં પરમિટ લેવી પડે છે. એમાં લોકોનો ઘણા રૂપિયા અને સમય બરબાદ થાય છે. જે બસો અને ટેક્સી પાસે પરમિટ હોય છે માત્ર એમને જ રાજ્યોમાં ચાલવાની મંજૂરી મળે છે.

ઘણા રાજ્યોમાં રોડ ટેક્સ અને ગાડીનું રજિસ્ટ્રેશન ફી ખૂબ જ ઓછી છે. એવામાં લોકો એવા રાજ્યોમાં પોતાની ગાડીનું રજિસ્ટ્રેશન કરાવી લે છે, જ્યાં ભાવ ઓછા હોય છે. પછી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ કરવામાં આવેલી ગાડીને અન્ય રાજ્યોમાં ચલાવે છે. એક ટેક્સ કરવાથી લોકો આવું કરશે નહીં. 

મંત્રીઓના સમૂહે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે ટેક્સ માટે 3 સ્લેબ બનાવવામાં આવી શકે છે. એમાં 10 લાખ રૂપિયાથી નીચેની કિંમતની ગાડીઓ માટે 8 ટકા, 10 20 લાખ રૂપિયા માટે 10 ટકા અને 20 લાખથી ઉપરની કિંમત વાળી ગાડીઓ માટે 12 ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તા કર્યો છે. 

ડિઝલ વાળી ગાડીઓ પર 2 ટકા વધારે અને ઇલેક્ટ્રિક ગાડીઓ પર 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 

(5:40 pm IST)