Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

લો બોલો... પુરુષો બ્રા-પેન્‍ટી પહેરીને કરે છે લાઇવ એડર્વટાઇઝ

ચીનની જિનપિંગ સરકારનો નિર્ણય આખરે છે શું?

બીજીંગ,તા. ૨૧: ચીનની જિનપિંગ સરકાર છેલ્લા કેટલાંય સમયથી કોઇને કોઇ વિવાદને કારણે ચર્ચામાં રહી છે. ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ હોય અથવા પાકિસ્‍તાન સાથેની મિત્રતા હોય. અનેક કારણોસર ચીન સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયોને કારણે વિવાદ થયો છે. જોકે આ વખતે કિસ્‍સો જરા અલગ છે. ચીન સરકાર દ્વારા લેવામાં આવેલ એક વિચિત્ર નિર્યણ આ વિવાદનું કારણ છે.

આ વિવાદ અંગે મળતી વિગતો મુજબ હાલમાં ચીનના પુરુષો મહિલાઓના આંતરવષાો પહેરીને સોશીયલ મિડીયા પર ઓનલાઇન પ્રમોશન કરી રહ્યાં છે. ઘણા પુરુષો માત્ર શબ્‍દોથી નહીં પણ બ્રા-પેન્‍ટી પહેરીને વિડીયોના માધ્‍યમથી પ્રમોશન કરી રહ્યાં છે. હવે પ્રશ્ન એ છે કે આખરે એવું તે શું થયું કે પુરુષો પર બ્રા-પેન્‍ટી પહેરાવની નોબત આવી છે?

જોકે વાત એમ છે કે, ચીનના જિનપિંગ સરકારે હાલમાં કેટલાંક સખત નિયમો લાગુ કર્યા છે. જે અતંર્ગત મહિલાઓને મોટા સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ મારફતે લાઇવ સ્‍ટ્રીમિંગ એપ્‍સ પર અંડરવેર પહેરીને પ્રમોશન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો છે. તેથી હવે ચીનના અંડરવેર, Lingerie વ્‍યવસાયના પ્રમોશન માટે પુરુષોએ આગળ આવવું પડ્‍યું છે. મોટા લાઇવ સ્‍ટ્રીમિંગ એપ્‍સ પર પુરુષો બ્રા-પેન્‍ટીની જાહેરાત કરી રહ્યાં છે.

ચીનના એક ટ્‍વીટર યુઝરે (@xiaojingcanxue) પોતાની પોસ્‍ટમાં આ વિષય અંગે વિસ્‍તૃત જાણકારી આપી છે. જો મહિલાઓ અંડરવેરની જાહેરાત કરશે તો એમને ઓનલાઇન અશ્‍લીલતા ફેલાવવાના આરોપ હેઠળ સજા થઇ શકે છે. એટલે જ હવે ચીનની Lingerie કંપનીઓએ મહિલાઓની જગ્‍યાએ પુરુષો પાસેથી મહિલાઓના આંતરવષાોની જાહેરાત કરાવી લેવાનો રસ્‍તો શોધ્‍યો છે.

(10:29 am IST)