Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મેહુલ ચોક્‍સીને ભારત લાવવાના પ્રયાસને મોટો ઝટકોઃ ઈન્‍ટરપોલે ચોક્‍સી સામેની રેડ નોટિસ પાછી ખેંચી

ઈન્‍ટરપોલના આ નિર્ણયથી મેહુલ ચોક્‍સીને ભારત લાવવાના પ્રયાસને મોટો ઝટકો

નવી દિલ્‍હી,તા. ૨૧: પંજાબ નેશનલ બેન્‍કનું ફૂલેકું ફેરવી ભારતમાથી ભાગી ગયેલ મેહુલ ચોકસીને મોટી રાહત મળી છે. ઈન્‍ટરપોલે તેને રેડ કોર્નર નોટીસમાંથી હટાવી દીધો છે, જેથી હાલ જયાં છુપાયો છે ત્‍યાંથી વિદેશ જઈ શકે છે. જોકે તેને ભારત લાવવાના પ્રયાસને મોટો ઝટકો મળ્‍યો છે.

ભાગેડુ મેહુલ ચોક્‍સી સામે ઇન્‍ટરપોલે જારી કરાયેલી રેડ નોટિસ પાછી ખેંચી છે.  ઘટનાક્રમના જાણકાર લોકોએ કહ્યુ હતું કે હીરાના વેપારીની રજૂઆતના આધારે આ નિર્ણય લેવાયો છે. ભાગેડુ મેહુલ ચોક્‍સીએ પંજાબ નેશનલ બેંકમાં ૨ અરબ ડોલરની છેતરપીંડીના કેસમાં ચોક્‍સી ભારતમાં  વોન્‍ટેડ છે. ડિસેમ્‍બર ૨૦૧૮માં તેનુ નામ રેડ નોટિસમાં જોડવામાં આવ્‍યુ હતુ. જેમાં ઈન્‍ટરપોલના વોન્‍ટેડ લિસ્‍ટમાંથી ચોક્‍સીનું નામ હટાવવાનો ભારત સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્‍યો હતો. જો કે, વૈશ્વિક પોલિસી બોડી તેની સાથે સંમત ન થઈ. તેણે પ્રથમ દ્રષ્ટિએ ભાગેડુ પર વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે ભારતીય એજન્‍સીઓ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો

ઇન્‍ટરપોલની કાર્યવાહીથી જાણીતા લોકોએ કહ્યુ કે ચોક્‍સીએ ગયા વર્ષે તેની રેડ નોટિસની સમીક્ષા કરવા ગ્‍લોબલ સંસ્‍થાનો સંપર્ક કર્યો હતો. આ અંગે તેણે એન્‍ટીગુઆ અને બાર્બુડામાંથી તેના કથિત અપહરણનો હવાલો આપવામા આવ્‍યો હતો. એક અધિકારીએ કહ્યું,‘અમારા તરફથી (ભારત )તેના આરોપોનો ઈન્‍ટરપોલમાં સખત વિરોધ કરવામાં આવ્‍યો હતો. અમે કહ્યું કે જો તેની રેડ નોટિસ રદ કરવામાં આવે તો તે એન્‍ટિગુઆ ભાગી શકે છે જયાં પ્રત્‍યાર્પણની કાર્યવાહી નિર્ણાયક તબક્કામાં છે. અને આ સિવાય પણ તે ઘણા કેસમાં વોન્‍ટેડ છે

એક અધિકારીએ દાવો કર્યો હતો કે ઈન્‍ટરપોલની રેડ નોટિસ હટાવવા ચોક્‍સી સામેની તપાસ અથવા એન્‍ટિગુઆમાંથી તેને પ્રત્‍યાર્પણ કરવાના પ્રયાસો પર કોઈ અસર થશે નહીં. તેમજ ચોક્‍સીએ આરોપ મુક્‍યો  હતો કે એન્‍ટીગુઆમાંથી ભારતીય એજન્‍ટોએ તેનું અપહરણ કર્યું હતું. ત્‍યાર પછી ૨૩ મે  ૨૦૨૧ ના   રોજ તેને બોટ દ્વારા ડોમિનિકા લઈ જવામાં આવ્‍યો. અને તેના બીજા જ દિવસે તે ડોમિનિકામાં મળી આવ્‍યો. ભારત સરકારે તેને ટાપુમાંથી દેશનિકાલ સુરક્ષિત કરવા માટે ૨૮ મેના રોજ તપાસ કરનારી એક ટીમ અહીં મોકલવામાં આવી  હતી. ખરેખર ચોક્‍સી અહીંનો નાગરિક ન હતો પરંતુ તેણે હાઈકોર્ટમાં અપહરણ અને ટોર્ચર કર્યાનો આરોપ મુકીને હેબિયસ કોર્પસ દાખલ કરી હતી.

ડોમિનિકા સરકારે ચોક્‍સીને રાહત આપતા ગઈ સાલ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપોને હટાવી દીધા હતા. પ્રવક્‍તાએ કહ્યું કે ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના તમામ કેસ ૨૦ મેના રોજ પાછા ખેંચવામાં આવ્‍યા હતા. હાલમાં ભાગેડુ ચોક્‍સી ખુશ છે કે ડોમિનિકાની સરકારે મે ૨૦૨૧માં ગેરકાયદે પ્રવેશના તમામ આરોપો પાછા ખેંચી લીધા છે.

(10:27 am IST)