Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

જયપુર, જોધપુર સહિત રાજસ્થાનના સંખ્યાબંધ જિલ્લાઓમાં ૨૨ માર્ચથી નાઇટ કર્ફ્યુ

 દેશમાં કોરોનાની બીજી લહેરથી ફરી એકવાર ટેનસન વધ્યુ છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી ખરાબ છે. દિલ્હીમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે.  

આ ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, પરંતુ સાથોસાથ રસીકરણની ગતિ પણ  દરરોજ વધી રહી છે તે આશા અને રાહતની વાત છે.  

 25 માર્ચથી રાજસ્થાન આવતા લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે, રિપોર્ટ 72 કલાકથી વધુ જુનો ન હોવો જોઈએ.  હવે પછીના ઓર્ડર સુધી તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે.

રાજસ્થાનના જયપુર, જોધપુર, ભિલવાડા, કોટા, ઉદેપુર, અજમેર, કુશળગઢ અને સાગવારામાં કોરોના કેસ વધ્યા હોય  આવતીકાલે સોમવાર ૨૨ માર્ચથી નાઇટ કર્ફ્યુ.વરાત્રે 10 વાગ્યા પછી શહેરી વિસ્તારોમાં દુકાનો ખુલશે નહીં: રાજસ્થાન સરકાર

 દેશમાં કુલ 4.46 કરોડ  લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.

(5:31 pm IST)