Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસ લેટેસ્ટ અપડેટ્સ : તા. 2020-03-21 : રાત્રે 11-45 વાગ્યે

1) કોરોના વાયરસ મહામારી : આજે સાંજ સુધીમાં ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ભયજનકરીતે ઝડપભેર 315 થઈ : વિદેશી મુસાફરીનો કોઈ ઇતિહાસ ન હોવા છતાં બે નવા કેસ જણાતા ચિંતા વધી : ભારત ઝડપભેર મહામારીના ત્રીજા સ્ટેજમાં પહોચી રહ્યાનું નિષ્ણાતોનું અનુમાન.

2) કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. સમગ્ર વિશ્વમાં આ વાયરસને કારણે 12 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઇટાલીમાં શુક્રવારે આ વાયરસને કારણે 793 લોકોનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લા 24 કલાકમાં ઇટાલીમાં 6557 નવા કેસ નોંધાયા છે.

3) પંજાબના જલંધર, પટિયાલા, હોશિયારપુર, કપૂરથલા, બાથિંડા અને નવાશહેરના જિલ્લા વહીવટી તંત્રે શનિવારે આવતા કેટલાક દિવસો માંટે લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે, કેમ કે પંજાબમાં કોરોના વાયરસના 13 કેસ નોંધાઈ ચૂક્યા છે

4) વોશિંગ્ટન પોસ્ટના અનુમાન પ્રમાણે, શનિવારે અમેરીકામાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ થયેલા કેસોની સંખ્યા 20,000 થી વધુ થઈ ગઈ છે, અને આના કારણે અનેક રાજ્યો તેમના નાગરિકોની જાહેર હિલચાલ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.

5) અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પેન્સે જણાવ્યું હતું કે તેમના એક કર્મચારી સભ્યનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ, હવે તેમની અને તેમની પત્ની કેરેનનો કોરોના ટેસ્ટ શનિવારે મોડેથી કરવામાં આવશે

(2:26 am IST)