Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

દેશમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચુક્યો : વિસ્ફોટ દૂર નથી : દેશને લોકડાઉંન કરો શ્રી ગંગારામ હોસ્પિટલના ડો, અરવિંદકુમાર ચેતવે છે : એનડીટીવીની આપેલો વિસ્ફોટક ઇન્ટરવ્યૂ : સોશ્યલ કોન્ટેક-હળવા મળવાનું બંધ કરી દયો

નવી દિલ્હી : સર ગંગારામ હોસ્પિટલના ડો,અરવિંદ કુમારનો વિસ્ફોટ,ભારત ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ગયું છે દેશમાં કાલે રવિવારે જ નહીં આજ રાતથી જ 100 ટકા લોકડાઉન કરો,કોવિદ-19/ કોરોના બૉમ્બ ભારતમાં ગમે તે ઘડીએ ફૂટવાની તૈયારીમાં છે,

ચીન ઇટાલી જેવી મહામારીમાં આપણો થોડા દિવસોમાં જ ફસાઈ જશું,સોશ્યલ કોન્ટેક્ટ એકબીજાને મળવાનું સંપૂર્ણ બંધ કરી દયો ,

 ડો,અરવિંદ કુમાર એનડીટીવીને કહ્યું છે કે આજે સો કેસ તો કાલે ,,,પરમ દિવસે,,અને તેના પછીના દિવસે વધી જ જશે, આ ગ્રાફ ક્યાં પહોંચશે તે કહેવું મુશ્કેલ છે પરતું દેશ અતિ,અતિ,અતિ,ગંભીર સ્થિતિ તરફ ઠસડાઇ રહયો છે

 તેમણે કહ્યું કે ચીન-ઇટાલી-સ્પેનની જેમ જ મોટી સંખ્યાના કેસોથી આપણે દૂર નથી,મોટાપાયે મૃત્યુ સર્જાવાથી દૂર નથી,દીવાલ ઉપર આ ચોખ્ખું લખેલું છે,આપણે ન વાંચી શકીએ તો આપણા નસીબ ,

આપણી સોસાયટીમાં ગીચોગીચ વસતી છે,આપણે ત્યાં અપૂરતા પોષણની સમસ્યા છે,દેશ,આ ડાયાબિટીઝ અને ફેફસાના તથા હાર્ટના પેશન્ટો ખુબ મોટી સંખ્યામાં છે 

 તેમણે કહ્યું કે એક બીજાને મળવાનું સદંતર બંધ કરી દયો ,સોશ્યલ ડિસ્ટનસીંગ એક જ ઉપાય છે

(9:02 pm IST)