Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમેરિકામાં કોરોનાથી વધુ ૮નાં મોત :૨૭૫ નવા કેસો

સમગ્ર અમેરિકામાં પણ લોકડાઉનનો ખતરો : તમામ નવી ટેકનોલોજી અને પુરતી સુવિધાઓ હોવા છતાં અમેરિકા જીવલેણ કોરોના વાયરસની સામે નિસહાય છે

વોશિંગ્ટન, તા. ૨૧અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થઇ રહી છે. ચારેબાજુ અફડાતફડીનો માહોલ છે. સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતી લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. લોકડાઉનનો અર્થ થાય છે કે રૂરી સેવા કરતા બાકી તમામ કામોને છોડીને ઘરમાં રહેવામાં આવે. યુરોપના કેટલાક દેશો હાલમાં લોકડાઉનની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છે. જો અમેરિકામાં પિડિતોની સંખ્યા વધશે તો અહી પણ લોકડાઉન કરવામાં આવી શકે છે. અમેોરિકી હેલ્થ સિસ્ટમમાં રહેલી ખામીને લઇને સમગ્ર અમેરિકામાં ભારે ચર્ચા જારી છે. ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની રૂઆત થયા દુનિયાના ૧૮૬ દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે અમેરિકામાં પણ સ્થિતી વણસી રહી છે.

      તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી અને સુવિધા હોવા છતાં અમેરિકામાં નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૫ કેસ સપાટી પર આવી ગયા છે. જ્યારે કેસોની સંખ્યા વધીને ૨૦ હજારની નજીક પહોંચી ગઇ છે. ૬૪ દર્દીઓની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે. અમેરિકા જેવા કુશળ ટેકનોલોજી ધરાવતા દેશોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટમાં અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજને મંજુરી આપી દીધી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના દિવસે આરોગ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી.

       અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આને અમલી કરી દેવામાં આવશે. બીજી બાજુ ફ્રાંસના પ્રમુખ મેક્રો દ્વારા  પણ કોરોના વાયરસથી થઇ રહેલા આર્થિક નુકસાનથી પહોંચી વળવા માટે યુરોઝોનમાં નાણાંકીય એકતા વધારવા માટે અપીલ કરી છે. અમેરિકામાં કોરોનાને રોકવા માટેના પ્રયાસમાં તમામ સંબંધિત વિભાગ લાગેલા છે. જો કે અન્ય દેશોની જેમ અમેરિકામાં પણ કોરોનાની સંખ્યા રેકોર્ડ ગતિથી આગળ વધી ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા અમેરિકામાં ૧૯૨૪૭ નોંધાયેલી છે.

અમેરિકામાં કોરોના....

વોશિંગ્ટન, તા. ૨૧ : અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થઇ રહી છે. ચારેબાજુ અફડાતફડીનો માહોલ છે. સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતી લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. લોકડાઉનનો અર્થ થાય છે કે રૂરી સેવા કરતા બાકી તમામ કામોને છોડીને ઘરમાં રહેવામાં આવેઅમેરિકામાં લોકડાઉન કરાશે કે કેમ તેની ચર્ચા ચારેબાજુ છે. ઘણા રાજ્યોમાં સ્કુલો પણ બંધ રાખવામાં આવી રહી છે. સ્થિતિને સુધારવાના તમામ પ્રયાસો જારી છે. અમેરિકામાં કોરોનાનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ કેસો

૧૯૬૫૮

છેલ્લા ૨૪ કલાકમાં કેસો

૨૭૫

કુલ મોતનો આંકડો

૨૬૪

છેલ્લા ૨૪ કલાકમાં મોત

૦૮

રિકવર થયેલા લોકો

૧૪૭

એક્ટિવ કેસોની સંખ્યા

૧૯૨૪૭

ગંભીર કેસોની સંખ્યા

૬૪

 

(7:56 pm IST)