Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મહારાષ્ટ્રમાં કોરોનાના એક દિવસમાં જ અનેક કેસ થયા

મહારાષ્ટ્રમાં કોરોના હવે ભયાનક બનવા તરફ : જે નવા કેસો આવ્યા છે તે પૈકીના ૮ લોકો તાજેતરમાં જ વિદેશથી આવ્યા : તેમના સંપર્કમાં આવવાથી ત્રણ બિમાર

મુંબઇ,તા. ૨૧ : દેશમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી વધારે અસરરગ્રસ્ત રાજ્ય તરીકે છે. અહીં ઝડપથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે શનિવારના દિવસે બીજા ૧૧થી વધારે પોઝિટીવ કેસો સપાટી પર આવતા કેસોની સંખ્યા વધીને ૬૩ સુઘી પહોંચી ગઇ છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ માહિતી આપતા કહ્યુ છે કે ૧૧ પૈકી આઠ વિદેશમાંથી આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ તેમના સંપર્કમાં આવવાના કારણે બિમાર થયા છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઇ સહિત ચાર શહેરોમાં પહેલાથી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ હવે ભયાનક બનવા તરફ આગળ વધતા તંત્રની ચિંતા વધી ગઇ છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને માહિતી આપતા કહ્યુ છે કે રાજ્યમાં પોઝિટીવ કેસોની સંખ્યા વધીને ૬૩ થઇ ગઇ છે.

       એક દિવસમાં ૧૧થી વધારે પોઝિટીવ કેસ સપાટી પર આવ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ સાત દર્દીઓને મુંબઇની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક એક દર્દીને સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાનાવતી હોસ્પિટલમાં પણ એક દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય પ્રધાને કોરોના વાયરસને રોકવા માટે તમામ લોકોને ઘરમાં રહેવા અને સામાજિક અંતર રાખવા માટે કહેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં અમારી પાસે ૨૫૦થી વધારે બેડની વ્યવસ્થા થયેલી છે. પુણેમાં કોરોના વાયરસના બે નવા દર્દીઓ મળ્યા છે. આની સાથે પુણેમાં કેસોની સંખ્યા વધીને ૨૩ થઇ ગઇ છેકોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને મુંબઈ સહિત ચાર શહેરોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાયેલી છે.

       જે ચાર શહેરોમાં લોકડાઉનની સ્થિતી રાખવામાં આવી છે તેમા મુંબઇ, પિંપરી, ચિંચવાડ અને નાગપુરનો સમાવેશ થાય છે. લોકડાઉન વચ્ચે  રૂરી ચીજો સાથે સંબંધિત રશનિંગની દુકાનો હાલમાં ખુલ્લી રહેશે. દૂધ પણ ઉપલબ્ધ રહેશે. મેડિકલ સેવાઓ ખુલ્લી રહેશે. હોસ્પિટલ ખુલ્લી રહેશે. પરિવારના માધ્યમ ચાલુ રહેશે. મુંબઈમાં લોકલ ટ્રેન સેવા બંધ કરવામાં આવશે નહીં. મુખ્યરીતે લોકોના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માર્કેટને બંધ રાખવામાં આવશે. પોલીસ સ્ટેશનને લઇને ચર્ચા ચાલી રહી છે ત્યારે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનો ખુલ્લા રહેશે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ માહિતી આપતા કહ્યું છે કે, પહેલાથી આઠમાં ધોરણ સુધીની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.

       પરીક્ષા વગર વિદ્યાર્થીઓને આગામી ક્લાસમાં પ્રમોટ કરી દેવામાં આવનાર છે. ૯મીથી ૧૧મી સુધીની પરીક્ષાઓ ૧૫મી એપ્રિલ બાદ લેવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જારી કરીને કહ્યું છે કે, સરકારી ઓફિસોમાં ૨૫ ટકા ઉપસ્થિતિ રહેશે.કોરોના વાયરસના ખતરાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની અપીલ પણ પણ મુંબઇમાં લોકો ગંભીર દેખાઇ રહ્યા નથી. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસો પોઝિટીવ આવ્યા છે.

(7:52 pm IST)