Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસઃ એકપણ કેસ નથીઃ વુહાનમાં ચીને ઈમારતોને લાઈટોથી શણગારી

કોઈ કેસ નહિ નોંધાતા ચીને ખાસ અંદાજમાં મેડિકલ સ્ટાફનો આભાર માન્યો

નવીદિલ્હીઃ વિશ્વના હાલ જયારે કોરોના  વાયરસનો રોગચાળો ભયાનક ઝડપે ફેલાયો છે ત્યારે ચીનના વુહાનમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

ગત વર્ષે ડિસેમ્બર માસમાં વુહાનમાં આ રોગચાળો ફેલાયો હતો. ત્યારે હાલ વુહાનમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નહીં હોવાની મહત્વપૂર્ણ ઘટના બની હતી. આ સમાચારની ઉજવણી કરવા વુહાનમાં ઈમારતો ખાસ લાઈટોથી શણગારવામાં આવી હતી.

આ લાઈટો વચ્ચે કોરોના વાયરસની સારવાર માટે અગ્રેસર રહેલા મેડિકલ સ્ટાફ માટે ખાસ સૂત્રો લખવામાં આવ્યા હતા. આ રોગચાળા દરમિયાન તબીબ ક્ષેત્રના કર્મચારીઓએ ''રાઉન્ડ ધ કલોક'' કામ કર્યું હતું. આ ઈમરતોની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચેએ વાતને સમર્થન આપ્યું હતું કે વાયરસના નવા ૩૪ કેસો નોંધાયા છે પણ આ તમામ લોકો વિદેશથી પરત ફર્યા હતા.

(4:40 pm IST)