Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોવીડ-૧૯નું બીજુ અને સાવ અજાણ્યું પાસુ : ચીને પોતાની અર્થ વ્યવસ્થા બચાવવા દુનિયાની પથારી ફેરવી ?

ગજબનાકનો ખેલ રમાયાનો ભય : કોરોનાનો ભય સર્જી પોતાનું માર્કેટ : તોડી નાખ્યું : વિદેશીઓ પાસે રહેલા શેર પાણીના ભાવે ખરીદી લીધા અને હવે ૨ દિ'માં જ ૨૦ બીલીયન ડોલરની કમાણી કરી

નવી દિલ્હી તા. ૨૧ : આ થીયરી અનુસાર, ચીની નેતાગીરીએ વિશ્વના ગળે ઉતરી જાય તેવું કોવીડ-૧૯નું ગતકડું કાઢીને પોતાની અર્થવ્યવસ્થા બચાવવાની કરામત કરી હતી. અમેરિકન અર્થ વ્યવસ્થાથી આગળ નીકળવા માટે ચીન કોઇ રાજકીય કામગીરી કરી શકે તેમ નહોતું. કારણ કે તેમ થાય તો યુરોપીયનો અને અમેરિકનો તેની અર્થવ્યવસ્થાને મંદ પાડવાનો આરોપ ચીન પર મુકે એટલે ચીને પોતાની પ્રજાને બચાવવા થોડાક લોકોનું બલિદાન આપી દીધું.

આ કરામત વાપરીને ચીન બધાને છેતરવામાં સફળ થયું અને બે દિવસમાં તેણે ૨૦ બીલીયન ડોલર મેળવી લીધા. ચીની પ્રમુખ વિચારી પણ ન શકાય તેવી ગેમ રમીને અમેરિકા અને યુરોપીય સંઘની આંખોમાં ધૂળ નાખવામાં સફળ થયા.

કોરોના વાયરસના સમાચારો જાહેર થયા તે પહેલા ચીનમાં ટેકનોલોજી અને કેમીકલના ઉત્પાદનની મોટી કંપનીઓમાં યુરોપ અને અમેરિકન રોકાણકારોનું જ મોટાભાગનું રોકાણ હતું. આનો અર્થ એ થાય કે મોટી ટેકનોલોજીકલ અને કેમીકલ કંપનીઓનો નફો વિદેશી રોકાણકારોના હાથમાં જતો હતો, ચીની તિજોરીમાં નહીં. આના પરિણામે ચીની કરન્સી યુઆનનું સતત ધોવાણ થઇ રહ્યું હતું અને ચાઇનીઝ સેન્ટ્રલ બેંક પણ તેમાં કંઇ નહોતી કરી શકતી.

ચીની રાષ્ટ્રપતિના 'આ વાયરસ દેશને બચાવવા માટે અમારી પાસે પુરતી તૈયાર નથી' એવા નિવેદન પછી ચીનમાં આવેલી ટેકનોલોજી અને કેમીકલની કંપનીઓના શેર સાવ ગગડી ગયા હતા અને વિદેશી રોકાણકારોમાં આ શેર ઇતિહાસમાં કયારેય ન જોવાયા હોય તેવા ભાવે વેચવાની હોડ મચી ગઇ હતી.

ચીની સરકાર આ શેરના ભાવ ગગડીને તળીયે પહોંચે અને મફતના ભાવે મળતા થાય તેની રાહ જોઇને જ બેઠી હતી. પછી તેણે આ શેરો ખરીદી લેવાનો હુકમ કર્યો હતો.

વિદેશી રોકાણકારોને જ્યારે તેઓ છેતરાયા હોવાની ખબર પડી ત્યારે તો બહુ મોડું થઇ ચુકયું હતું. કેમકે ત્યારે તો તે શેર ચીની સરકારના હાથમાં આવી ગયા હતા અને તેણે કંઇ પણ કર્યા વગર વિદેશી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું.

આ બધું તેણે કોઇ પણ પ્રકારની રાજકીય કટોકટી વગર મફતના ભાવે કરી નાખ્યું છે અને આના પરિણામે જગતભરની અર્થ વ્યવસ્થા મંદીમાં જતી રહી છે, જ્યારે ચીનની અર્થવ્યવસ્થા મજબૂત થવાની શરૂઆત થઇ ગઇ છે.

(4:04 pm IST)