Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાના ઉપચારમાં મેલેરીયાથી લઈને એઈડ્સ જેવા ૭ રોગોની દવા કારગરઃ સારા પરિણામો મળ્યા

નવીદિલ્હીઃ કોરોના વાયરસના ઈલાજ માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી અને દવાની શોધ કરી રહ્યા છે. ત્યારે રાહતના સમાચાર છે કે પહેલાથી જ હાજર બીજી બિમારીઓની સાત દવાઓ કોરોનાના ઉપચારમાં ફાયદાકારક થઈ રહી છે. WHOએ પણ આ દવાઓનું વિસ્તૃત પરિક્ષણ શરૂ કરી દીધુ છે. આમાંથી બે દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આઈસીએમઆરએ પણ ડોકટરોને આપી છે.

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્ટીમાઈક્રોબિયલ એજન્ટમાં પ્રકાશિત થયેલ રિપોર્ટ અનુસાર મેલેરીયાની દવા કલોરોકવીન સાથે એક એન્ટીબાયોટીક એજીથ્રોમાઈસીન દેવાથી કોવીડનો ઝડપથી ઉપચાર થઈ રહ્યો છે શોધમાં જણાયુ છે કે કલોરોકવીનથી લગભગ ૨૫ ટકા કોરોનાના દર્દી સાજા થઈ રહ્યા છે, આ તુલના અન્ય દવા અપાતા દર્દી સાથે કરવામાં આવી હતી. આ બન્ને દવાનું કોમ્બીનેશનથી પરિણામ વધુ સારા છે, નહીતર ઉપચારમાં ૨૨ દિવસનો સમય લાગે છે.

આઈસીએમઆરએ જે બે એન્ટી રેટ્રો વાયરલ દવાઓને અજમાવવાની ભલામણ કરી છે. તેમાં લોપિનાવીર અને રિટોનાવીર દવાઓ છે. જે એચઆઈવીના ઈલાજમાં ઉપયોગ થાય છે. ચીન, ભારત સહિત અનેક દેશોમાં કોરોના રોગીયો ઉપર દવાઓ અજમાવાઈ ચૂકી છે તથા લાભકારી પણ થઈ છે. જે દર્દીઓને આ દવા દેવામાં આવી રહી છે, તે અપેક્ષાથી વધુ ઝડપથી સાજા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના ઉપચારમાં સૌથી પ્રભાવી જાપાની ફલુની દવા ફવિપ્રિરાવીર થઈ છે. આનાથી દર્દી ચાર દિવસમાં સાજા થયા છે. આ પ્રકારે ઈબોલાની દવા રેનડેસીવર પણ સારૂ પરિણામ આપી રહી છે. આ દવા સાર્સ અને મર્સ વખતે પણ કારગર નિવડી છે. બર્ડ ફલુની દવા ટેમિફલુએ પણ ઘણા દેશોમાં સારા રીઝલ્ટ આપ્યા છે. આ સાત દવાઓનો મોટા ભાગના દેશોની હોસ્પિટલમાં સિમિત ઉપયોગ થઈ રહ્યો છે. જો કે કોરોનાની ખાસ દવા હજુ સંશોધન હેઠળ છે.

(3:57 pm IST)