Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોના વાયરસને લઈને સરકાર કડક : હોમ ક્વોરેન્ટાઇનનિયમનો ભંગ કરનારને છ મહિના જેલ અને દંડ થઇ શકે

હોમ ક્વોરેન્ટાઈનનું ધ્યાન રાખી સામાજિક સંતુલન યથાવત રાખવું ખૂબ જરૂરી

નવી દિલ્હી : કોરોના વાયરસને લઈ સરકાર હવે વધુ કડક થઈ છે. કાયદાની ઐસીતૈસી કરીને હોમ ક્વોરેન્ટાઈના નિયમનો ભંગ કરનાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અંતર્ગત 6 મહિનાની જેલ અને દંડ બંને થઈ શકે છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા સુચનો, નિર્દેશો, ,સલાહો અને સુરક્ષાનું કડકાઈથી પાલન કરે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમે રાજ્ય સરકારને કાયદાનું કડક પાલન કરાવવાનો અધિકાર આપ્યો છે. જેથી લોકો હોમ ક્વોરેન્ટાઈનના નિયમને તોડે નહિ અને બિમારી ના ફેલાય. તેઓએ કહ્યું કે બિમારીના સંક્રમણને રોકવા માટે હોમ ક્વોરેન્ટાઈનનું ધ્યાન રાખી સામાજિક સંતુલન યથાવત રાખવું ખૂબ જરૂરી છે. 

મહામારી રોગ અધિનિયમની કલમ 10 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 10 અનુસાર રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો છે કે, નિયમનો ભંગ કરનાર પર દંડાત્મક કાર્યવાહી અંતર્ગત 6 મહિનાની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ લગાવી શકે છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એક વાર રાજ્યોને આ નિયમોને લાગુ કરવા કહ્યું છે

(3:47 pm IST)