Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

દેશમાં કોરોનાવાયરસનો કહેર : 285 કેસ નોંધાયા : જનતા કર્ફ્યુ પહેલા જ બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ

સ્વૈચ્છીક બંધની સ્થિતીએ મોટાભાગની બજારો સુમસામ

નવી દિલ્હી : કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. તમામ સરકાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેઈન કરવાનું કહી રહી છે.

શનિવારે સવારે કોરોના વાયરસના 285 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિતોના સંપર્કમાં આવનારા 6,700થી વધારે લોકોને નજરકેદ રખાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી.

મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં COVID-19થી સંક્રમિતોમાં 32 વિદેશી છે, જેમાં 17 ઈટાલી, 3 ફિલિપાઈન્સ, 2 બ્રિટન અને 1-1 કેનેડા, ઈન્ડોનેશિયા, સિંગાપોરના નિવાસી છે. જેમાં અત્યાર સુધી દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં થયેલા 4 મોત પણ સામેલ છે.

દરમિયાન રવિવારના જનતા કર્ફ્યુ પહેલા આજે શનિવારે મોટાભાગની બજારોએ સ્વૈચ્છીક બંધ પાળતા જોવા મળ્યા હતા બજાર સુમસામ ભાસી રહ્યાં છે બજારમાં કર્ફ્યુ જેવો માહોલ બન્યો છે

(1:14 pm IST)