Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

દેશભરની તમામ આંગડિયા પેઢીઓ 31મી સુધી બંધ રહેશે

મુંબઈમાં મળેલ ઓલ ઇન્ડિયા આંગડિયા એસો,ની મિટિંગમાં લેવાયો નિર્ણંય : આગળની તારીખ સરકારી નોટિફિકેશન મુજબ નક્કી કરાશે

રાજકોટ : કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે,ભારતમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે રવિવારે પીએમ મોદીએ  જનતા કફ્ર્યુ અપીલ કરી છે, તેવામાં દેશના અનેક વેપારી સંગઠનોએ સ્વૈચ્છીક બંધની જાહેરાત કરી છે ત્યારે દેશભરના આંગડિયા પેઢીઓ આગામી 31મી માર્ચ સુધી બંધ રહેશે તેવો નિર્ણંય લેવાયો છે,

 ઓલ ઇન્ડિયા આંગડિયા એસોસિયેશનની મુંબઈમાં કોરોના વાયરસ બાબતે રજા પાડવા મળેલ મિટિંગમાં હાજર સભ્યોની મંજૂરી મુજબ આગામી 31મી માર્ચ સુધી તમામ આંગડિયાની આખા ભારતમાં તમામ બ્રાન્ચો બંધ રાખવા નિર્ણંય લેવાયો છે

  મિટિંગમાં આગળની તારીખો સરકારી નોટિફિકેશન પ્રમાણે નક્કી કરવી તેવો પણ નિર્ણંય લેવાયો છે મુંબઈની મિટિંગમાં પટેલ સોમાભાઈ મગનલાલની કુ,પટેલ નટવરલાલ ચિનુભાઈની કુ,,પટેલ અમૃતભાઈ પાઘવાળા,પટેલ અંબાભાઈ હરગોવિંદદાસ,મેસર્સ જયંતીભાઈ અંબાલાલ ચોક્સી, પટેલ બાબુલાલ કાંતિભાઈ,મણિલાલ મગનલાલ એન્ડ સન્સ, પટેલ રજનીકુમાર કાંતિલાલ,રાજપૂત મયુરસિંહ એલ, સુરેશ પટેલ ( ગુજરાત એસો, ) મુકેશભાઈ પટેલ,પટેલ રમેશભાઈ કાંતિલાલ,પટેલ કીર્તીકુમાર અંબાલાલ,પટેલ અમૃતભાઈ કાંતિલાલ, વિઠઠલકુમાર વિક્રમભાઈ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા

 

(11:48 am IST)