Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાનો ઇટાલીમાં કહેરઃ એક જ દિવસમાં ૬૨૭ લોકોના મોત

કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીને ૪૦૩૨ થઇ ગઇ

રોમ, તા.૨૧: કોરોના વાયરસ દુનિયાભરમાં એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકયો છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ આ વાઇરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં દુનિયાના તમામ દેશ આ વાયરસની ઝપેટમાં આવી ચૂકયાં છે. જો કે ચીન બાદ સૌથી વધારે તેની અસર ઇટાલીમાં જોવા મળી છે.

ઇટાલીમાંથી આવી રહેલા તાજા આંકડા મુજબ કોરોના વાયરસનો કહેર ચીન કરતાં પણ વધારે જોવા મળી રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ઇટાલીમાં કોરોના વાયરસને લઇને ૬૨૭ લોકોના મોત નિપજયાં છે, જયારે કોરોના વાયરસના સંક્રમણને લઇને ૫૯૮૬ નવા મામલા સામે આવ્યાં છે.

જો શુક્રવારના આ આકંડાઓ સાથે ઇટાલીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા વધીને ૪૦૩૨ થઇ ગઇ છે. જયારે કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૪૭,૦૨૧ થઇ ગઇ છે.

ઇટાલી અને ચીનના આંકડા બતાવે છે કે વાયરસના કારણે મોટી ઉંમરના લોકોને સૌથી વધારે ખતરો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીના મોતના આંકડામાં ઇટાલીએ હવે ચીનને પણ પાછળ રાખી દીધું છે. જો કે એક અધ્યયનને લઇને સામે આવ્યું છે કે ઇટાલીમાં થયેલ મોતમાં સૌથી વધારે ૮૦ વર્ષના લોકોના થયા છે. જો કે સૌથી વધારે સંક્રમિત થનાર લોકોની સરેરાશ ઉંમર ૬૩ વર્ષ છે.

(11:06 am IST)