Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કોરોનાના પગલે આગામી ૬ મહિના સુધી બંગાળમાં ઘઉં-ચોખા મફત વહેંચશે મમતા સરકાર

બેનરજીએ કેન્દ્ર સરકારને જરૂરી સાધન-સામગ્રી મોકલવા અપીલ કરી, બંગાળમાં કોરોના વાયરસનો એક પોઝીટીવ કેસ સામે આવી ચૂકયો છે

કોલકાતા, તા.૨૧: દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્યિમ બંગાળની સરકારે પણ નવો આદેશ કરતા સરકારી કાર્યાલયોમાં ૫૦% કર્મચારીઓને જ કામ કરવા જણાવ્યુ છે. સરકારે ખાનગી કંપનીઓને પણ આ આદેશનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે.

આ સિવાય એક મહત્વની જાહેરાત કરતા બંગાળ સરકારે જણાવ્યુ કે આગામી ૬ મહિના સુધી રાજયમાં ઘઉં-ચોખા મફત વહેંચવામાં આવશે.

વાસ્તવિક સ્થિતિની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની સરકાર અત્યાર સુધી રાજયની ૭.૫ કરોડથી વધારે વસ્તીને બે રુપિયે કિલોના ભાવથી ઘઉં-ચોખા આપી રહી છે, પરંતુ કોરોના વાયરસના લીધે મમતા સરકારે જાહેરાત કરી હતી કે આગામી ૬ મહિના સુધી તમામ લાભાર્થીઓને દ્યઉં-ચોખા મફત આપવામાં આવશે. આ સિવાય બંગાળની મુખ્યમંત્રીએ જણાવ્યુ કે કોરોના વાયરસ સામે રાજય સરકાર જરુરી પગલા ઉઠાવી રહી છે, વિદેશથી આવનારા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. તેમણે કેન્દ્ર સરકારને જરુરી સાધન-સામગ્રી મોકલવા અપીલ કરી હતી.

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે બંગાળમાં પણ એક કેસ સામે આવી ચૂકયો છે.

(11:07 am IST)