Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

સેબી'એ વોલેટિલિટીને ધ્યાનમાં લઈ શોર્ટ સેલ્સ પર અંકૂશ મૂકયો

મુંબઈ, તા.૨૧: સતત તૂટતા અને તોફાની વધદ્યટવાળા (વોલેટાઈલ) શેરબજારના સંજોગોને ધ્યાનમાં રાખીને નિયમન સંસ્થા 'સેબી'એ શુક્રવારે એક મહત્ત્વના નિર્ણયમાં શોર્ટ સેલ્સ (ખોટા વેચાણ-અર્થાત શેર હાથ પર ન હોય છતાં વેચાણ કરવું) પર મર્યાદિત અંકૂશ મૂકયા છે.

આ બાબત ફ્યુચર્સ-ઓપ્શન્સ (ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ)માં પણ લાગુ થશે. આને કારણે ઈરાદાપૂર્વક મંદીનો ગેરલાભ લેવા શોર્ટ સેલ્સ કરતા  સટોડિયા વર્ગ પર અંકુશ આવી શકશે.

આ નિયમ ફોરેન ઈન્વેસ્ટરોને પણ લાગુ થશે. આને પરિણામે બજારના ઘટાડાને સ્પીડ બ્રેકર લાગી શકવાની અશા રાખી શકાય. કમસે કમ સોમવારથી આની અસર જોવા મળી શકે.

અહીં એ નોંધવું જરૂરી છે કે અન્ય કેટલાંક દેશોના બજારોમાં નિયમન સંસ્થાઓએ  શોર્ટ સેલ્સ પર અમુક દિવસો પહેલાં જ  અંકૂશ મૂકી  દીધા હતા.

સેબીએ આ સાથે ડેરિવેટિવ્ઝમાં ઓપન ઈન્ટરેસ્ટ (ઊભા ઓળીયા)  પર પણ મર્યાદા મૂકી દીધી છે. આની  અસર આગામી સપ્તાહમાં જોવા મળી શકે.

(11:00 am IST)