Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બોલીવૂડ ગાયિકા કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થવાવાળા ભાજપા સાંસદ દુષ્યંતએ રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી

નવી દિલ્હીઃ  ભારતીય જનતા પાર્ટીના સાંસદ દુષ્યંતસિંહ કોરોના પોઝીટીવ બોલીવુડ ગાયિકા કનિકા કપુરની પાર્ટીમાં સામેલ થયા હતા. ઉતરપ્રદેશની રાજધાની લખનૌમાં રવિવારના આયોજીત થયેલ આ પાર્ટીમા સામેલ થનારા દુષ્યંતસિંહ આ પછી પણ ઘણા સમારોહમાં પહોંચ્યા.

દુષ્યંતસિંહ આ પાર્ટીના ત્રણ દિવસ પછી એટલે કે ૧૮ માર્ચના રાષ્ટ્રપતિ ભવનમાં  આયોજીત એક સમારોહમાં પણ સામેલ થયા હતા. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ઉતરપ્રદેશ અને રાજસ્થાનના સાંસદો માટે રાષ્ટ્રપતિ ભવનમા નાસ્તાની મીજબાની કરી હતી. આ કાર્યક્રમની એક તસ્વીર પણ સામે આવી છે. જેમાં દુષ્યંતસિંહ રાષ્ટ્રપતિ કોવિંદની પાછળ ઉભેલા દેખાય છે. જો કે રાષ્ટ્રપતિ કોવિંદએ દુષ્યંતસિંહ અને અન્ય સાંસદો સાથે હાથ નથી મિલાવ્યા.

(11:27 pm IST)