Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

કેજરીવાલ ફરી વિવાદમાં ફસાયા :સ્વસ્તિક ચિન્હ અંગે ટ્વીટ કરતા સોશ્યલ મીડિયામાં આકરી આલોચના

 

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીવાર વિવાદમાં ફસાયા છે કેજરીવાલે વિવાદાસ્પદ ટ્વિટ કરતા સોશિયલ મીડિયા ઉપર લોકો ઘણી ટિકા કરી રહ્યા છે. 20 માર્ચની રાત્રે કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં એક ફોટો હતો અને તેમાં કેપ્શન લખી હતી કે કોઈએ મોકલ્યો છે. ફોટોમાં એક વ્યક્તિના હાથમાં ઝાડુ છે અને તે હિન્દુઓના પ્રતિક ચિન્હ સ્વસ્તિકનો પીછો કરતો જોવા મળે છે. જેની સોશિયલ મીડિયા પર જોરદાર ટિકા થઈ રહી છે.

    મુદ્દે બીજેપીના ઘણા નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી છે. ભાજપા નેતા અને દિલ્હી બીજેપીના પ્રવક્તા તેજિન્દર સિંહ બગ્ગાએ કેજરીવાલના ટ્વિટ પર રી ટ્વિટ કર્યું છે કે અરવિંદ જી તમને મોદી જી સાથે પરેશાની છે, તમને બીજેપીથી પરેશાની છે, તમને અમારી સાથે પરેશાની છે. તમે અમને જે કહેવું હોય તે કહો, અમને ગાળો આપો પણ હિન્દુ ધર્મના ચિન્હોને અપમાનિત ના કરો, સ્વસ્તિક અમારું પવિત્ર ચિન્હ છે, અમે તેની પૂજા કરીએ છીએ

(12:49 am IST)
  • મહાવીર ચક્ર વિજેતા કેપ્ટ્ન નારાયણ રાવ સામંતનું નિધન :બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ માટે વીરતા પુરષ્કાર મળ્યો હતો : તેઓ એક સબમરીન અને INS કરંજના કમીશનીંગ સીઓ હતા :કમાન્ડર મોહન નારાયણ રાવ સામંત ક્રાફ્ટવાળા એ દળના વરિષ્ઠ ઓફિસર હતા જેઓએ મોગલા અને ખુલના પત્તનોમાં શત્રુઓ પર સૌથી વધુ સફળ હુમલાને અંજામ આપ્યો હતો તેઓ પુણેમાં રહેતા હતા access_time 12:43 am IST

  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST

  • સાંબરકાઠાઃ હાથરોલ જંગલમાં ભીષણ આગઃ જંગલમાં આગ લાગતા વનરાજી બળીને ખાખઃ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા access_time 6:53 pm IST