Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

અમેરિકી એચઆરડી અધિકારી યુવતી મધ્યપ્રદેશના ખેડૂત યુવક સાથે આંખ મળી :ભારતમાં હોળીના દિવસે લગ્નગ્રંથીએ જોડાયા

નર્મદા કિનારે ચિત્રગુપ્ત મંદિરમાં વૈદિક રીત રિવાજથી લગ્ન કર્યાં બાદ જેલી અને દીપક હોળી રમ્યા

હોશંગાબાદ :અમેરિકન એચઆરડી અધિકારી યુવતી મધ્યપ્રદેશના એક ખેડૂત યુવકના પ્રેમમાં પડી હોળીના દિવસે બંને લગ્નગ્રંથીએ જોડાઈ ગયા હતા મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં પોતાના પ્રેમીને મેળવવા માટે એક યુવતી અમેરિકાથી ભારત આવી પહોંચી હતી સિવની માલવાના ગ્રામ બિસૌનીકલાના ખેડૂત દીપક રાજપૂત (36)ની અમેરિકાની જેલિકા લિજેથ ટેરાજસ ઉર્ફે જૂલી (40) સાથે ફેસબુક પર મુલાકાત થઈ અને હોળીના દિવસે આ પ્રેમી જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા

   જેલિકા લિજેથ અમેરિકાના માનવ સંસાધાન વિભાગ (HRD)માં અધિકારી છે. દીપકની મુલાકાત જેલિકા સાથે ફેસબુક પર થઈ અને આ મિત્રતા છેલ્લા છ મહિનામાં વ્હોટ્સએપ પર ચેટિંગ અને ફોન પર વાતચીત કરતા કરતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી . 

  છેલ્લા બે મહિનાથી જેલીકા ભારત ભ્રમણ પર છે. આ દરમિયાન બંનેની અનેક મુલાકાત થઈ અને હોળીના દિવસે બંનેએ નર્મદા કિનારે આવેલા ચિત્રગુપ્ત મંદિરમાં વૈદિક રીત રિવાજથી લગ્ન કર્યાં. ત્યારબાદ જેલી અને દીપક હોળી રમ્યા અને એકબીજાને ગુલાલથી રંગ્યા. તથા સાત જન્મો સુધી સાથ નિભાવવાના સોગંધ ખાધા. 

 

  જેલી સાઉથ અમેરિકાના ઓવલી ટોસ બોલવિયા શહેરની રહિશ છે. ત્રણ વર્ષ પહેલા ખેતી કરતા દીપક સાથે ફેસબુક પર મિત્રતા થઈ. બીકોમ પાસ દીપકની અંગ્રેજીમાં વાતચીત કરવાની શૈલી અને તેના વિચારોથી જેલી પ્રભાવિતથઈ. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ થવા લાગ્યું અને પછી તો ફોન પર વાત કરવાનું શરૂ થઈ ગયું. આ બધા વચ્ચે આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ તેની તેમને  ખબર ન પડી. દીપકે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી તો જેલીએ સ્વીકારી પણ લીધી. દીપકે જણાવ્યું કે બંનેના પરિજનો તેમના આ લગ્નથી ખુશ છે.

  જેલી છેલ્લા બે મહિનાથી ભારતમાં છે. ભારતીય સંસ્કૃતિ અને વિચારોથી તે ખુબ પ્રભાવિત છે. જેલી લિજેથનું માનવું છે કે ભારત ખુબ જ પ્યારો દેશ છે અને અહીંના લોકો ખુબ સારા છે.

  એડવોકેટ આનંદ દુબેના જણાવ્યાં મુજબ દીપક તેમની પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું કે "તે સાઉથ અમેરિકાની એક યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. અમે કોર્ટમાંથી લીગલ દસ્તાવેજો બનાવ્યાં છે. ત્યારબાદ હવે વૈદિક રીતિ રિવાજથી લગ્ન કરી રહ્યાં છીએ." 

(12:30 am IST)