Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

IRSના પ્રિન્સિપલ કમિશ્નર પ્રીતા હરિત અધિકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાઈ

બહુજન સમ્યક સંગઠનની સંસ્થાપક હરિત અનુસૂચિત જાતિનો નવો ચહેરો બનીને ઉભરે તેવી શકયતા

 

લખનૌ :આવક વેરા વિભાગની પ્રિન્સિપલ કમિશ્નર પ્રીતા હરિતે પોતાના પદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમા જોડાયા છે  ભારતીય આવક સેવા (IRS)ના અધિકારી હરિતે પ્રિન્સિપલ ઈન્કમ ટેક્સ કમિશ્નરના પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ કર્યુ છે .

   ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે પ્રીતા હરિતનો પાર્ટીમાં સમાવેશ કર્યો છે.હાલમાં પ્રીતા હરિત મેરઠમાં આવક વેરા વિભાગમાં પ્રિન્સિપલ કમિશ્નર તરીકે કાર્યરત હતી. બહુજન સમ્યક સંગઠનની સંસ્થાપક હરિતનો જન્મ હરિયાણાના પલવલમાં થયો છે.તેમણે 22 વર્ષની ઉંમરમાં સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરી લીધી હતી.

  પ્રીતા હરિત કોંગ્રેસમાં જોડાતા રાજકીય પાર્ટીઓમાં હલચલ મચી છે કોંગ્રેસે પ્રીતા હરિતને અનુસૂચિત જાતિનો નવો ચહેરો બનાવીને ઉતારી છે. 1987 બેચની આઈઆરએસ પ્રીતા હરિત દિલ્હીમાં પણ આવક વેરા કમિશ્નર રહી છે.

    પ્રીતા હરિત દનકૌરમાં અનુસૂચિત જાતિની મહિલા પર થયેલા અત્યાચારના વિરોધમાં ઉભી થઈ છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ સંદર્ભે એક અરજી દાખલ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા હરિકિશન શર્માનું કહેવુ છે કે કોંગ્રેસની નીતિઓથી પ્રભાવિત થઈને લોકો પાર્ટી સાથે જોડાયેલા રહે છે. આગામી લોકસભા ચૂંટણીમાં તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.

(10:51 pm IST)