Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

દિલ્હીમાં ધુળેટી પર્વની મેં ભી ચોકીદાર થીમ પર ઉજાવણી :એક ગ્રુપે યુનિફોર્મ પહેરી રંગ છાંટ્યો

 

નવી દિલ્હી : કોઈપણ તહેવારને રાજકીય રંગ આપવામાં માહિર પોલિટિક્સ હવે હોળી અને  ધુળેટીમાં પણ ઘુસ્યું છે ભાજપનું મૈં ભી ચોકીદાર સ્લોગન ધૂળેટીના પર્વમાં પણ જોવા મળ્યું હતું

  દિલ્હીમાં ધૂળેટી પર્વમમાં યુવાનોના એક ગ્રુપે મૈં ભી ચોકીદાર થીમ પર પર્વની ઉજવણી કરી હતી એક યુવકે ચોકીદારનો વેશ ધારણ કરીને યુનિફોર્મ અને હાથ પર મૈં ભી ચોકીદારનું ટેટુ ચિતરાવીને ઉજવણી કરી હતી . દિલ્હીની સડકો પર યુવાઓએ એક બીજા પર રંગ છાંટીને ઉજવણી કરી હતી 

 

(9:59 pm IST)
  • અમદાવાદના ઓઢવમાં બે જુથ વચ્ચે મારામારીઃ હોળી રમવા બાબતે થઇ હતી મારામારી access_time 6:53 pm IST

  • બ્રાઝિલમાં પણ ભારે વરસાદથી તબાહી : બ્રાઝિલમાં ફસાયેલા ૩૦૦૦ લોકોના એરલીફટ કરાયાઃ પુરમાં તણાતા ૧૨ નાગરીકોના મોત નિયજયાઃ પબ્લીક ટ્રાન્સપોર્ટ, મોબાઇલ સેવા પણ બંધ થઇઃ બિમારી ન ફેલાય તે માટે તંત્રએ તૈયારી આરંભીઃ એક જ દિવસમાં સીઝનનો ૭૦ ટકા વરસાદ થયો access_time 6:53 pm IST

  • સપા -બસપાના ઉમેદવાર શફીકુર્રરહમાન બર્કનું વિવાદી નિવેદન :કહ્યું વંદેમાતરમના આજે પણ અમે વિરોધી છીએ :ચાર વખત સાંસદ અને યુપી સરકારમાં મંત્રી રહી ચૂકેલા બર્કે મુરાદાબાદમાં કહ્યું કે તેઓ વંદેમાતરમનો ખુલીને વિરોધ કરે છે :પૂર્વ સંસદે કેમરા સમક્ષ ભાર મૂકીને કહ્યું કે તેઓ આજે પણ વંદેમાતરમનો વિરોધ કરે છે :ગત સરકારમાં સંસદમાં ચાલતા રાષ્ટ્રગીતનો વિરોધ કરીને બર્કે વોકઆઉટ કર્યો હતો access_time 12:31 am IST