Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

હવે ભારત પર હુમલો થયો તો 'બહુ મુશ્કેલ' થઈ જશે;અમેરિકાએ આપી પાકિસ્તાનને ચેતવણી

આતંકી સંગઠનો સામે તેણે સખત પગલાં લેવા જ પડશે

નવી દિલ્હી :અમેરિકાએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ચેતવણી આપીને કડક શબ્દોમાં કહી દીધુ છે કે હવે જો ભારત પર હુમલો થયો તો તમારા માટે મુશ્કેલ થઈ જશે. પાકને ચેતવણી આપીને કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાને હવે કોઈ પણ પરિસ્થિતિમાં આતંકી સંગઠનો પર ઠોસ કાર્યવાહી કરવી પડશે. ખાસ કરીને જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તોઈબા જેવા આતંકી સંગઠનો સામે તેણે સખત પગલાં લેવા જ પડશે.

  વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે ક ભારત-પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારનો તણાવ પેદા ન થાય તે માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ કરીને જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તોઈબા સામે સખત પગલાં લે. અમેરિકાએ કહ્યુ છે કે જો પરિસ્થિતિ બગડશે તો બંને દેશો માટે ખતરનાક હશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે જૈશ એ મોહમ્મદ એ જ આતંકી સંગઠન છે જેણે પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએએફ જવાનોના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો જેમાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને ત્યાં હાજર આતંકી છાવણીઓને નષ્ટ કરી દીધી હતી. પુલવામા હુમલા દોષીતો પર કાર્યવાહી કરવા માટે ભારત પાકિસ્તાનને પુરાવા પણ આપી ચૂક્યુ છે. આ ઘટના બાદથી સતત ભારત-પાકિસ્તાન વચ્ચે તણવ ચાલુ છે. જો કે વિશ્વ સ્તર પર પાકિસ્તાન આ મુદ્દે એકદમ અલગ પડી ગયુ છે તેમછતા તેની અકડ ઓછી નથી થઈ અને તે ભારત સામે નિવેદનબાજી કરવાનું છોડી નથી રહ્યુ.

જો કે અમેરિકાએ એ પણ કહ્યુ કે છેલ્લા અમુક દિવસોમાં પાકિસ્તાને પ્રારંભિક એક્શન લીધી છે જેમાં આતંકી સંગઠનોની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.

(8:51 pm IST)