Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

રામગોપાલ યાદવે વિવાદ છેડ્યો :પુલવામા હુમલાને ગણાવ્યુ સરકારનું ષડયંત્ર :કહ્યું મત માટે જવાનોને મારી નાખ્યા:તપાસમાં મોટામાથા ફસાશે

પોતાના પૈતૃક ગામ સેફઈમાં હોળી સમારંભમાં બોલતા રામગોપાલ યાદવે કહ્યુ કે અર્ધસૈનિક બળ સરકારથી દુઃખી છે

લખનૌ :સમાજવાદી પાર્ટીના મહાસચિવ પ્રો.રામગોપાલ યાદવે પુલવામા હુમલા અંગે વિવાદ છેડ્યો છે રામગોપાલ યાદવે પુલવામા હુમલાને મતો માટે કરવામાં આવેલુ ષડયંત્ર ગણાવ્યુ છે. રામગોપાલે કહ્યુ કે મતો માટે જવાન મારી નાખવામાં આવ્યા. જ્યારે સરકાર બદલાશે ત્યારે આ પ્રકરણની પૂરી તપાસ થશે અત્રે ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

    ગુરુવારે પોતાના પૈતૃક ગામ સેફઈમાં હોળી મિલન સમારંભમાં બોલતા રામગોપાલ યાદવે કહ્યુ કે અર્ધસૈનિક બળ સરકારથી દુઃખી છે. મતો માટે જવાન મારી નાખવામાં આવ્યા. જમ્મુ કાશ્મીર વચ્ચે ચેકિંગ નહોતુ, જવાનોને સિંપલ બસમાં મોકલી દેવામાં આવ્યા, આ બધુ ષડયંત્ર હતુ. અત્યારે નથી કહેવા ઈચ્છતો, જ્યારે સરકાર બદલાશે ત્યારે આની તપાસ થશે ત્યારે મોટા મોટા લોકો ફસાશે.

(8:30 pm IST)