Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

પાકિસ્તાનની ખૈબર પ્રાંતની સરકાર પેશાવરમાં હિન્દુઓ માટે મંદિર અથવા ધાર્મિક સ્થળનું નિર્માણ કરશે

વડાપ્રધાન ઇમરાન ખાન અને પીપીપી અધ્યક્ષ બીલાવલ ભુટ્ટોએ હિન્દુ સમુદાયને હોળીની શુભકામના પાઠવી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરી હિન્દુ સમુદાયને હોળીની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બીલાવલ ભુટ્ટોએ પણ ટ્વીટ કરી શુભેચ્છા આપતા જણાવેલ કે ''મારા બધા હિન્દુ ભાઇઓ-બહેનોને હોળીની વધામણી હોળીના આ ખુશનુમા અવસરે આપણે શાંતિ અને ખુશીઓનો સંદેશ આપીએ.

પાકિસ્તાન હિન્દુ કાઉન્સીલ મુજબ પાકિસ્તાનની કુલ ૨૦ કરોડની વસ્તીમાં ૪ ટકા વસ્તી હિન્દુઓની છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખાની સહકાર પેશાવરમાં હિન્દુ સમુદાય માટે એક મંદિર અથવા સાંપ્રદાયીક હોલનું નિર્માણ કરનાર છે. તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના ધારાસભ્ય રવિ કુમારે સ્થાનીકો દ્વારા આયોજીત હોળી ઉત્સવમાં આ અંગેની જાહેરાત કરી હતી. ખૈબર પ્રાંતની સરકારે પેશાવરમાં હિન્દુ રાજપૂત સમુદાયના સભ્યોને મંદિર અથવા હોલ બનાવવા માટે જગ્યા નક્કી કરવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવેલ કે સરકારી સ્તરે ઔપચારીક હોળી ઉત્સવ સમારોહનું ૩૦ માર્ચે આયોજન કરવામાં આવનાર છે.

(7:15 pm IST)