Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

યુપીમાં ભાજપ ધારાસભ્ય યોગેશ વર્મા ઉપર જીવલેણ હુમલો

લખમીપુર ખેરીજીલ્લામાં હોળી ઉત્સવ બાદ પરત ફરી રહેલ : અજાણ્યા હુમલાખોરો અધાધંુધ ગોળીબાર કરી પલાયન

લખનૌઃ ઉત્તરપ્રદેશના લખમીપુરના ભાજપ ધારાસભ્ય યોગેશ વર્મા આજે પોતાની પટેલનગર સ્થિત ઓફીસ ખાતે હોળીની ઉજવણી બાદ બપોરે ૩ કલાકે પોતાના રાજગ્રહ સ્થિત નિવાસે પરત ફરી રહ્યા હતા ત્યારે શહેરના ગુરૂનાનક ઇન્ટર કોલેજ પાસે અજાણ્યા હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કરતા વર્મા ઘુંટણીયે ભેર પડી ગયા હતા તેમ ખેરી પોલીસે જણાવેલ. હુમલાખોરો ત્યાંથી પલાયન થઇ ગયેલ.

યોગેશ વર્માને તાત્કાલીક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેઓ ખતરાની બહાર હોવાનું ડોકટરોએ જણાવેલ. લખમીપુરના ડીવાએસપી વિજય આનંદે જણાવેલ કે વર્માની ફરિયાદ બાદ પગલા લેવાશે. દરમિયાન ખેરી જીલ્લાના કલેકટર શૈલેન્દ્રકુમારસિંઘ અને એસ.પી.પુનમે ઇજાગ્રસ્ત યોગેશ વર્માની હોસ્પીટલ ખાતે મુલાકાત કરી ઘટના અંગેની માહિતિ મેળવી હતી.

(6:31 pm IST)