Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ઉત્તર -પૂર્વમાં ભાજપને મોટો ફટકો :બે દિવસમાં 23 નેતાઓએ પાર્ટીને બાયબાય કર્યું

એકલા અરુણાચલ પ્રદેશમાં બે મંત્રીઓ અને છ ધારાસભ્યો સહિત 20 નેતાઓએ પાર્ટી છોડી

નવી દિલ્હી :ઉત્તર-પૂર્વ ભારતમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના તેના 23 નેતાઓએ છેલ્લા બે દિવસમાં પાર્ટી છોડી દીધી છે. એકલા અરુણાચલ પ્રદેશમાં બે મંત્રીઓ અને છ ધારાસભ્યો સહિતના 20 નેતાઓએ મંગળવારે બીજેપી છોડી દીધી હતી અને રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી (એનપીપી)નો હાથ પકડ્યો હતો.

  ગૃહ મંત્રી કુમાર વાઈ, પ્રવાસ મંત્રી જરકાર ગામલિન, મહાસચિવ જરપૂમ ગામલિન જેવા નેતાઓએ ભાજપ છોડી દીધુ છે. વિધાનસભામાં એનપીપીના સાંસદોની સંખ્યા 13 થઈ ગઈ છે.

  જો કે 60 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હજુ પણ 40 ધારાસભ્યોનો ટેકો છે. રવિવારે બીજેપીએ રાજ્ય વિધાનસભાની 54 બેઠકોમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

(1:37 pm IST)