Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ઇડાઇ વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો :જબરી તારાજી સર્જી :આફ્રિકન દેશોમાં 1000 લોકોનાં મોતની આશંકા

ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવીમાંવિનાશક વાવાઝોડાનું તાંડવઃ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો

ઈડાઈ : વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે જબરી તારાજી સર્જી છે મધ્ય-દક્ષિણ આફ્રિકામાં ઇડાઇ વાવાઝોડાએ મોતનું તાંડવ સર્જ્યુ છે. ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તારાજીના ભયાનક દ્રશ્યો જોવાયા છે. ઝિમ્બામ્બેમાં 300 લોકોના મોતની પુષ્ટી કરી દેવાઇ છે.જોકે એકલા મોઝામ્બિકમાં એક હજાર લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

    આફ્રિકા ખંડમાં આવેલા ઝિમ્બાબ્વે, મોઝામ્બિક અને મલાવીમાં વાવાઝોડાએ વિનાશક બન્યું હતું ગત સપ્તાહે 177 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલાં વિનાશક ઇડાઇ વાવાઝોડાના કારણે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. ઝિમ્બાબ્વે સરકારના પ્રધાન જુલાઇ મોયોએ જણાવ્યું કે કેટલાક મૃતદેહ પાણીમાં તણાઇને મોઝામ્બિક સુધી પહોંચી ગયા.  ઝિમ્બાબ્વેના સૂચના મંત્રાલય મુજબ ઓછામાં ઓછા 217 લોકો ગુમ છે. જો કે સૌથી વધુ અસર મોઝામ્બિકમાં વર્તાઇ છે.

    મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસીએ વાવાઝોડાને માનવતાની સૌથી માટી આફત ગણાવી છે. અને કહ્યું કે મોઝામ્બિકમાં 1000 લોકોના મોત થયાની આશંકા છે. તેમજ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરકારે તાત્કાલીક મદદ માટે 3,455 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે.

    મોઝામ્બિકના માનીકલેન્ડ, માસવિંગો અને પૂર્વ પ્રાંતના માશોનલેન્ડમાં મોટા પાયે નુકસાન થયું છે. સૌથી વધુ પ્રભાવિત ચિમાનીમની જિલ્લો છે. આ જિલ્લામાં સૌથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે.

(12:08 pm IST)