Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સમજોતા વિસ્ફોટ કેસમાં અસિમાનંદ સહિત 3 અન્યનો નિર્દોષ છુટકારો :NIA કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

તમામ ચાર આરોપી- સ્વામી અસિમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીનેનિર્દોષ જાહેર કરાયા

 

નવી દિલ્હી :સમજોતા વિસ્ફોટ કેસમાં તમામ ચાર આરોપી નિર્દોષ જાહેર થયા છે પંચકુલાની સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટે વર્ષ 2007ના સમજોતા વિસ્ફોટ કેસમાં તમામ ચાર આરોપી- સ્વામી અસિમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને દોષમુક્ત જાહેર કર્યા છે

એનઆઈએ કોર્ટ વર્ષ 2007ના સમજોતા વિસ્ફોટ કેસમાં 11 માર્ચના રોજ ચૂકાદો આપનારી હતી. જોકે, પાકિસ્તાની નાગરિક દ્વારા નજરો જોનારા સક્ષીઓને ફરીથી તપાસવા માટેની અપીલ કરવામાં આવતા કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે પાકિસ્તાની નાગિરક રાહિલા વકીલની સુનાવણી 14 માર્ચના રોજ નક્કી કરી હતી

રાહિલા વકીલ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા પાકિસ્તાનના હફિઝાબાદ જિલ્લાના ઢિંગરાવાલી ગામડાના મોહમ્મદ વકીલની દીકરી હતી. તેણે પોતાના ભારતીય વકીલ મારફતે તેની સુનાવણી કરવા માટે અપીલ કરી હતી. જોકે, વિશેષ ન્યાયાધિશ સિંઘે અરજીકર્તાના વકીલને જણાવ્યું કે, હવે જ્યારે કેસની અંતિમ સુનાવણીનો સમય આવી ગયો છે ત્યારે તેમણે શા માટે અપીલ કરી છે. અગાઉ, ઘટનાને નજરે જોનારા 13 સાક્ષીઓને તેમનું નિવેદન નોંધાવા માટે અગાઉ ઘણી વખત સમય આપી દેવાયો છે

ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરી, 2007ના રોજ હરિયાણાના પાણીપતની નજીક સમજોતા એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હતો. જેમાં સમજોતા એક્સપ્રેસના બે કોચ સળગીને નાશ પામ્યા હતા. એનઆઈએ દ્વારા જુન, 2011ના રોજ ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને 8 લોકોને આરોપી ઠેરવાયા હતા. આઠ લોકોમાં નબાકુમાર સરકાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દર ચૌધરી કોર્ટ સામે હાજર થયા હતા. જોકે, અસીમાનંદ જામીન પર ચુટી ગયા હતા, જ્યારે બાકીના ત્રણ ન્યાયિક કસ્ટડીમાં હતા

(12:00 am IST)