Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

આ વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે :સ્કાઈમેટની આગાહી

ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા

 

નવી  દિલ્હી ; વર્ષે દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાઇમેટ (Skymet) આગાહી કરી છે સ્કાયમેટ મુજબ વર્ષ 2019માં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. સ્કાઇમેટ દ્વારા કહેવાયું છે કે છેલ્લા પાંચ- વર્ષથી ચોમાસું સારું નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ સ્થિર નથી, જેના કારણે જૂન અને જુલાઇમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા રજુ કરવામાં આવી છે. એટલું નહીં ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  ગત વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું 91 ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું 97 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદની અછતની સૌથી ગંભીર અસર ખેતી પર પડશે.
     
સામાન્ય, સરેરાશ અને સારા ચોમાસાનો મતલબ છે કે છેલ્લા 50 વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશના લગભગ 96થી 104 ટકા વરસાદ પડવો. 50 વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ 89 સેન્ટીમિટર અથવા 35 ઇંચ છે. હવામાન વિભાગ તરફથી સારા ચોમાચાની વ્યાખ્યા આપવામાં આવી છે. જો 90 ટકાથી ઓછો સરેરાશ વરસાદ પડે છે તો દેશમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થાય છે

    સામાન્યથી નબળા ચોમાસાની સીધી અસર ગ્રામ્ય વસ્તી પર પડે છે. ચોમાસું સારું રહે છે તે ગ્રામ્ય વિસ્તારોના લોકોની આવકમાં વધારો થાય છે, જેના કારણે માંગમાં વધારો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધવાની ઉદ્યોગજગત પર પણ સારી અસર પડે છે.

   ચોમાસું અને ખપત આધારિત ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ છે.ચોમાસું સારું રહે છે તો ખપત ક્ષેત્રની માંગ વધશે. જો ચોમાસું નબળું રહે છે તો ખપત ઓછી થાય છે. ગ્રામ્ય વિસ્તારોની માંગ કે ખરીદ શક્તિ ઓછી થવાને કારણે કૃષિ ઉપકરણો, ટૂ-વ્હિલર્સ અને ટ્રેક્ટર્સ નિર્માતા કંપનીઓ, કેમિકલ, ફર્ટિલાઇઝર અને એફએમસીજી કંપનીઓમાં આવક ઓછી થાય છે આવક ઘટતા ક્ષેત્રનો વેપાર ઘટે છે અને ક્ષેત્રની કંપનીઓની શેરની કિંમતોમાં ઘટાડો થાય છે. આની આખા શેરબજાર પર ખરાબ અસર પડે છે

(9:32 am IST)