Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સાવધાન : સોશિયલ મીડિયામાં પણ આચાર સંહિતા લાગૂ: દુરુપયોગ રોકવા ચૂંટણી પંચ સતર્ક

ફેસબુક અને ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઈન્ટરનેટ કંપનીઓના પ્રતિનીધિએ આચાર સહિત લાગુ કરવા ભરોષો આપ્યો

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતા અમલી બનાવવા સતર્ક બન્યું છે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને ધ્યાનમાં લેતા ચૂંટણી પંચની નજર છે. પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારના આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય તે માટે ચૂંટણી પંચ સતર્ક છે.

 

   લોકસભા ચૂંટણીમાં રાજનૈતિક દળો સહિત તમામ સંગઠનો તરફથી સોશિયલ મીડિયાના દુરપયોગને રોકવા માટે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા કંપનીઓની મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં કંપનીઓને ચૂંટણી દરમ્યાન ખુદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આદર્શ આચાર સંહિતા લાગૂ કરવાનો ભરોસો આપ્યો છે
     બીજતરફ ફેસબુક અને ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા, મોબાઈલ અને ઈન્ટરનેટ કંપનીઓના પ્રતિનીધિઓએ મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પોતાની ઉપર આચાર સંહિતા લાગૂ કરવાનો ભરોસો અપાવ્યો છે.

 

  ચૂંટણી પંચના અધિકારીઓ મુજબ બેઠકમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ સોશિયલ મીડિયાના પ્રતિનીધિઓને કહ્યું કે, તે મોડલ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ એક કોડ તૈયાર કરે જે અગામી ચૂંટણી અને લોન્ગ ટર્મ બંનેમાં ઉપયોગ થઈ શકે. બેઠક બાદ ચૂંટણી પંચની એક ઓફિશિયલ રીલિઝમાં કહેવામાં આવ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિએશન ઓફ ઈન્ડીયા પૂરા ઉદ્યોગ માટે એક કોડ ઓફ એથિક્સ તૈયાર કરવા પર રાજી થઈ ગયા છે.

  ચૂંટણી પંચમાં થયેલી બેઠકમાં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડીયા, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ગૂગલ, શેરચેટ, ટિક ટોક અને બિગટીવી જેવા સામાજિક મીડિયા સંગઠનોના પ્રતિનીધિઓએ ભાગ લીધો.

(9:31 am IST)