Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

ગોવા : પ્રમોદ સાવંત સરકારે આખરે બહુમતિ પુરવાર કરી

પ્રમોદ સાવંત પ્રથમ પરીક્ષામાં સફળ રહ્યા : ફ્લોર ટેસ્ટમાં સરકારને ૨૦ ધારાસભ્યોનું સમર્થન મળ્યું

પણજી, તા. ૨૦ : ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરના અવસાન બાદ પ્રમોદ સાવંતના નેતૃત્માં ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે ગૃહમાં બહુમત પૂરવાર કર્યો હતો. હાલમાં ગૃહમાં  સંખ્યા ૩૬ની છે. બહુમતિ માટે સરકારને ૧૯ ધારાસભ્યોની જરૂર હતી. ફ્લોર ટેસ્ટ દરમિાયન ૨૦ ધારાસભ્યનું સમર્થન મળ્યું હતું જ્યારે ૧૫ ધારાસભ્યોએ વિપક્ષને મત આપ્યો હતો. ફ્લોર ટેસ્ટ દરમિયાન સાવંત સરકારને ભાજપના ૧૧, એમજીપીના ત્રણ, જીએફઈના ત્રણ અને અન્યોના ત્રણનો સાથ મળ્યો હતો. કોંગ્રેસના ૧૪, એનસીપીના એક ધારાસભ્યએ વિરોધમાં મત આપ્યા હતા. ભાજપના કુલ ૧૨ ધારાસભ્યોમાંથી સાત ધારાસભ્ય લઘુમતિ સમુદાયના છે. મનોહર પારીકરના અવસાન બાદ રાજકીય ખેંચતાણ વચ્ચે પ્રમોદ સાવંતને ૧૧ મંત્રીઓની સાથે શપથ અપાવવામાં આવી હતી. પ્રમોદ સાવંતે ૧૧ મંત્રીઓની સાથે મોડી રાત્રે બે વાગે શપથ લીધા હતા. પારીકરના અવસાન બાદ સરકાર બનાવવા માટે એમજેપી અને જીએફઈને મનાવવા ભાજપને ભારે મહેનત કરવી પડી હતી. બંને પાર્ટીઓના ત્રણ-ત્રણ ધારાસભ્યો છે. બંને પાર્ટીઓના નેતાઓને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર આપવામાં આવી ત્યારે આ બંને સરકારને સમર્થન આપવા તૈયાર થયા હતા. મનોહર પારીકરના અવસાન બાદ સરકારને ફરીથી બહુમતિ મેળવવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવાના મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રિત પ્રધાન મનોહર પારિકરનું ૧૭મી માર્ચના દિવસે મોડી સાંજે અવસાન થયું હતું. ત્યારબાદ ૧૮મી માર્ચના દિવસે પારીકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાન બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવ્યા બાદ ગોવામાં તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજઅડધી કાઠીએ રહેશે. રવિવારે સાંજે પારિકરનુ લાંબી માંદગી બાદ અવસાન થતાં ભાજપમા અને તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૬૩ વર્ષીય મનોહર પારીકર લાંબા સમયથી કેન્સરથી ગંભીર સંઘર્ષ કરી રહ્યા હતા.  ફેબ્રુઆરી ૨૦૧૮માં જ મનોહર પારીકરને પેનક્રિયાટીક કેન્સર હોવાની જાણ થઇ હતી. તેઓ ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યુયોર્કની હોસ્પિટલમાં સારવાર લઇ ચુક્યા હતા. જે દિવસોમાં તેઓ ગંભીર બિમાર હતા ત્યારે પણ રાજ્યની વિધાનસભામાં ૨૦૧૯-૨૦નું બજેટ કરવા માટે પહોંચ્યા હતા. જૂન ૧૯૯૧માં મનોહર પારીકરે રાજનીતિમાં એન્ટ્રી કરીને નોર્થ ગોવા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. ચાર સભ્યો સાથે ગોવા વિધાનસભામાં નવેમ્બર ૧૯૯૪માં ભાજપે એન્ટ્રી કરી હતી. મનોહર પારીકર નંબર ૧૩ને લઇને હંમેશા શુભ ગણતા હતા.

 

(12:00 am IST)
  • કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રીકોના સંઘને રાજસ્થાનમાં ટ્રક ચાલકે અડફેટે લેતા ચાર લોકોના કરૂણમોત :છ લોકો ગંભીર રીતે ઘાયલ : કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રાનો સંઘ જતો હતો ત્યારે રાજસ્થાનના પુલવા નજીક ટ્રક ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય છ લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે :વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:59 pm IST

  • અભી બોલા અભી ફોક : લોકસભા ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરનાર માયાવતીએ પોતે પી.એમ.ની રેસમાં શામેલ હોવાનું જણાવ્યું :આ અગાઉ સૌપ્રથમવાર યુ.પી.ના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ધારાસભ્ય તરીકે બાદમાં ચૂંટાઈ આવ્યા હતા તેવો ટ્વીટર મેસેજ વહેતો કર્યો access_time 12:48 pm IST

  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST